- બહુમાળી ભવનમાં 40 જેટલી કચેરીઓમાં નથી ફાયર સેફટી
- સરકારી કચેરીમાં ફાયરના તમામ સાધનો બંધ હાલતમાં
- લાખોના ખર્ચે લગાડેલ ફાયર સિસ્ટમમાં મેન્ટેનન્સના અભાવ
રાજકોટમાં ચકચારી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ભુજમાં આવેલી સરકારી કચેરીમાં કેવા પ્રકારની ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે તે જાણવા માટે સંદેશ ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ભુજમાં આવેલ બહુમાળી ભવન ખાતે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે અહી ફાયર સેફ્ટીના નિયમોના રિતસરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સરકારી કચેરીમાં ફાયરના તમામ સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા.
ગુજરાતીમાં કહેવત છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી. આ કહેવત ભુજમાં આવેલા બહુમાળી ભવન માટે સાચી પડી રહી છે. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની દુર્ઘટના બાદ પણ તંત્ર એ કોઈ શીખ લીધી નથી. બહુમાળી ભવનમાં 40 જેટલી કચેરીઓ આવેલી છે. અનેક અધિકારી અને અરજદારો બહુમાળી ભવનમાં દિવસ દરમિયાન હાજર હોય છે. સરકારી બહુમાળી ભવનમાં ફાયર સેફટી સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. અહિયાં હાઈડ્રોલિક ફાયર સીસ્ટમ લગાડવામાં આવી છે. ફાયર સીસ્ટમનું મેન્ટેનન્સ નહિ થતા લાખો રૂપિયાના ખર્ચે લગાડવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે.
સરકારી કચેરીમાં ફાયરએક્ટ મુજબ ફાયર સેફટીના સાધનો રાખવા ફરજીયાત છે. બહુમાળી ભવનમાં ફાયર સેફટીની સુવિધાની સ્થિતિ જાણવાજાણવા માટે સંદેશ ન્યુઝની ટીમ પહોચી ત્યારે અહિયાં તમામ ફાયરના સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા.


