- ઈન્ડોનેશિયામાં 26 વર્ષીય યુવકે યુવતી સમજી 12 મહિના સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા
- લગ્ન કર્યાને 12 દિવસ પછી યુવકને મહિલા નહિ પરંતુ પુરુષ હોવાનું સામે આવ્યું
- પુરુષે યુવક સાથે પૈસા અને છેતરપિંડી આચરવા તરકટ રચ્યાનો ખુલાસો કર્યો
ઈન્ડોનેશિયામાં એક યુવકને જ્યારે લગ્ન કર્યા પછી 12 દિવસ પછી જાણવા મળ્યું કે તેની પત્ની એક મહિલા નહિ પરંતુ પુરુષ છે. આ આખી વાત જાણ્યા પછી તેના મોતિયાં મરી ગયા હતા. મળતી માહિતી અનુસાર, 26 વર્ષીય એકે નામના યુવકના લગ્ન સતત એક વર્ષ સુધી એક યુવતી સાથે ડેટ કર્યા બાદ થયા પરંતુ આ શું… લગ્નના તાંતણે બંધાયાના 12મા દિવસે લવ સ્ટોરીનો ધી એન્ડ આવી ગયો હતો.આ યુવક છેલ્લા 12 મહિના સુધી યુવતીને ડેટ કરતો રહ્યો આમ છતાં તે જાણી ન શક્યો કે જેને ગર્લફ્રેન્ડ સમજી તે ડેટ કરી રહ્યો છે તે એક પુરુષ છે. ધીમે-ધીમે બંનેમાં પ્રેમ વધ્યો તો લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. એકેને લગ્ન કર્યાના 12 દિવસ પછી જાણવા મળ્યું કે તેની પત્ની અદિંડા કંજા એક પુરુષ છે. આ આખી વાત જાણીને તેના હોશકોશ ઉડી ગયા હતા.
પતિ એકેના જણાવ્યા અનુસાર વર્ષ-2023માં કથિત રીતે પોતાની ભાવિ પત્નીને એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળ્યો અને વાતચીત બાદ વ્યકિતગત રીતે મળવાનો નિર્ણય લીધો. એકેએ જણાવ્યું કે જ્યારે તે મળતા તો અદિંડા હંમેશા પારંપરિક પોશાક પહેરતી, જેનાથી તેનો આખો ચહેરો ઢંકાઈ જતો જો કે શરૂઆતના ગાળામાં નકાબથી તેને કોઈ વિરોધ નહોતો. અને આને ધર્મ પ્રત્યે લાગણીના રૂપમાં જોતો હતો.
પ્રેમ બાદ લગ્નનો નિર્ણય
બંને ધીમે-ધીમે મળતા આખરે બંન વચ્ચે પ્રેમ થયો અને તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. અદિંડાએ એકેને જણાવ્યું કે લગ્નમાં સામેલ થવા તેનું કોઈ પરિવાર નથી. જેથી દંપતીએ 12 એપ્રિલે એખેના ઘર પર સાદો સમારોહ યોજવાનો વિકલ્પ પસંદ કરીને લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યાને 12 દિવસ પછી ઈન્ડોનેશિયાઈ વ્યકિત એકેને જાણવા મળ્યું કે તેની પત્ની એક પુરુષ છે અને આ જાણ્યા પછી તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જો કે લગ્ન પછી અદિંડાએ સતત પોતાના પતિથી ચહેરો સંતાડી રાખ્યો અને પોતાના ગામમાં પોતાના પરિવાર અને મિત્રોની સાથે મળવાની ના પાડી દીધી. આ ઉપરાંત તેને લગ્ન પૂર્ણ કરવાનો ઈનકાર કરી દીધો તેમજ પોતાને માસિક ધર્મને લઈ અસ્વસ્થ હોવાના બહાના બતાવી પતિ સાથે નિકટતા વધારવાથી બચવાની રીત શોધી કાઢી.
શોધોખોળ બાદ કારણ સામે આવ્યું
12 દિવસ પછી શંકાસ્પદ વ્યવહાર પછી પોતાની પત્ની વિશે શોધખોળ હાથ ધરી તો તેને જાણવા મળ્યું કે અદિંડાના માતા-પિતા હજી જીવતા હતા અને તેઓ તેની સાથે પોતાના બાળકોના સંબંધોથી અજાણ હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે તેને એવું પણ જાણવા મળ્યું કે અદિંડા એક પુરુષ હતો જેને ઈએસએચના રૂપમાં ઓળખવામાં આવ્યો. વર્ષ-2020થી ક્રોસ ડ્રેસિંગ કરી રહ્યો છે. પોલીસ તપાસમાં ઈએસએછે ખુલાસો કર્યો કે તેના પરિવારની સંપત્તિ ચોરી માટે એકે સાથે લગ્ન કર્યા હતા.
આ આખો મામલો પોલીસ મથકે આવ્યા પછી પોલીસકર્મીઓએ પણ કહ્યું કે, આરોપી પુરુષનો અવાજ એક મહિલા જેવો જ છે. લગ્ન કર્યાના ફોટા અને આલ્બમ જુઓ તો અદિંડા બિલ્કુલ અસલી મહિલા જેવી દેખાતી હતી. પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


