- અમેરિકાની વિવિધ કંપનીમાં છટણીમાં ઘણા ભારતીયો સપડાઈ ગયા
- છટણીનો ભોગ બનેલા કર્મચારીઓને બી-1, બી-2 વીઝા બદલીને વધુ સમય રહી શકે છે
- એચ-1 બી પ્રોફેશનલ અમેરિકામાં ગ્રેસ પીરિયડ પછી 6 માસ વધુ રહી શકે છે
જગત જમાદાર એવા અમેરિકામાં છટણીગ્રસ્ત H-1B Visa કર્મચારીને નિયમ પ્રમાણે 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. આ દરમિયાન તે અમેરિકામાં બીજી નોકરી શોધી શકે છે. પરંતુ તે આ દરમિયાન નિષ્ફળ નીવડે તો પોતાના એચ-1 વીઝાના સ્ટેટસ બીજા બી-1 અથવા બી-2 વીઝામાં બદલાવી શકે છે. એટલે કે બી-1 અથવા બી-2 પ્રવાસી વીઝા મેળવીને અમરેકામાં છ મહિના વધુ સમય સુધી રોકાઈ શકે છે. અમેરિકી ઈમિગ્રેશન વિભાગે આ અંગે એક ખુલાસો જાહેર કરીને જણાવ્યું કે કઈ રીતે છટણીગ્રસ્ત H-1B પ્રોફેશનલ અમેરિકામાં ગ્રેસ પીરિયડ પછી છ મહિના સુધી વધુ રોકાણ કરી શકે છે.
આ ઉપરાંત તેમની પાસે એફ-1 વીઝા એટલે કે સ્ટુડેન્ટ વીઝાનો પણ વિકલ્પ હોય છે. આનાથી તેઓ અમેરિકામાં અપેક્ષા પ્રમાણે લાંબા સમય સુધી રોકાઈની બીજી નોકરી શોધી શકે છે. ઈમિગ્રેશન વિભાગે જણાવ્યું કે નવા કામ આપનાર તરફથી વીઝા માટે અરજી મળ્યા બાદ પ્રોફેશનલ વીઝા અરજીને પ્રાથમિકતાના આધારે પ્રોસેસ કરાય છે.
ઘણા ભારતીયો છટણીનો શિકાર થયા
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની ટેક કંપનીમાં તાજેતરમાં છટણીઓ વચ્ચે એચ-1 બી વીઝા ધારક પ્રોફેશનલ પણ આનો શિકાર બન્યા છે. માઈક્રોસોફ્ટ, ગૂગલ, અમોઝોન, ટેસ્લા અને વોલમાર્ટ જેવી જાણીતી કંપનીઓમાં આ છટણીના દોરમાં સપડાયેલા ઘણા ભારતીયો પણ છે. આવામાં આ કર્મચારીઓ સામે તરત અમેરિકા છોડવાનો પડકાર સામે આવ્યો છે અને તેમને અમેરિકામાં રહીને બીજી નોકરી શોધવાનો પૂરતો અવસર નથી મળ્યો.


