- જમ્મુ-કાશ્મીરના બે યુવકોને જાસૂસી આરોપસર ધરપકડ કરી અદિયાલા જેલમાં ધકેલ્યા
- ભારતીય નાગરિકોને કોઈપણ પ્રકારથી રાજદ્વારી મદદ નહીં આપવાનો પાકિસ્તાનનો નિર્ણય
- બંને ભારતીય યુવકોની પીઓકેમાંથી બે વર્ષ અગાઉ કરાઈ હતી ધરપકડ
પાડોશી દેશ પાકિસ્તાનની ફરી એકવાર આડોડાઈ સામે આવી છે. પાકિસ્તાને બે ભારતીય નાગરિકોને રાજદ્વારી મદદ આપવાથી ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ જાસૂસી આરોપ હેઠળ બે ભારતીય યુવકોની ધરપકડ કરી હતી. આ બંને ભારતીય યુવકોની કોન્સયુલર એક્સેસ આપવાથી શુક્રવારે પાકિસ્તાને ધરાર ના પાડીને કહ્યું કે સમયે આવી સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં કથિત જાસૂસીના આરોપ હેઠળમાં બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેથી રાજદ્વારી મદદ નહિ કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ અંગે વધુ જાણકારી જાહેર નહિ કરવામાં આવે. જો કે પાકિસ્તાન સરકાર સમય પર ભારતીય હાઈ કમિશનર માટે તેના નાગરિકો સુધી રાજદ્વારી મદદ કરે છે. જ્યારે પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ બે ભારતીય યુવકોને રાજદ્વારી મદદ આપવાની વાત કરી હતી.
બે ભારતીયોની પીઓકેથી ધરપકડ
મળતી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના બે વ્યકિતઓને વર્ષ-2020માં જાસૂસીના આરોપ હેઠળ ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. 29 વર્ષીય ફિરોઝ લોન અને 24 વર્ષીય નૂર મોહમ્મદ વાની તરીકે બંનેની ઓળખ સામે આવી છે. બંને કાશ્મીરના ગોરેજ વિસ્તારના રહેવાસી છે. રાજદ્વારી સૂત્રો અનુસાર ઈસ્લામાબાદમાં આવેલા ભારતીય હાઈ કમિશનરે ત્રણ સભ્યોના પ્રતિનિધિ મંડળને અદિયાલા જેલમાં બંને કેદીઓ સાથે મુલાકાત કરી હતી. મહત્ત્વનું છે કે અદિયાલા જેલમાં હાલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં સજા ભોગવી રહ્યા છે.


