- ચીનના ઝેઝિયાંગ પ્રાંત અને ડિંગહાઈ જિલ્લામાં રાત્રે આકાશનો રંગ એકદમ બદલાઈ ગયો
- આકાશનો રંગ લોહીના જેવો લાલ થઈ જતા લોકો ડરીને ધ્રુજવા લાગ્યા
- સઘન તપાસ બાદ નિષ્ણાતોએ હોડીની લાઈટને કારણભૂત દર્શાવ્યું
દેશના પાડોશી દેશ એવા ચીનમાં ઝેઝિયાંગ પ્રાંતના ડિંગહાઈ જિલ્લામાં બે દિવસ અગાઉ આકાશનો રંગ એકદમ બદલાઈ ચુક્યો હતો. જેને જોઈ લોકો ચોંકી ગયા હતા. આ ઘટના અહીં ચર્ચાનો વિષય બની ગઈ હતી. આ ઉપરાંત લોકો ડરી પણ ગયા હતા. આકાશનો રંગ બદલતા જોઈ આને ભૂકંપ અને પરમાણુ બોમ્બ હુમલાની સાથે જોડીને લોકો જોવા લાગ્યા હતા. જેનાથી ત્યાં લોકોમાં ડર ધરબાઈ ગયો હતો. આ અંગેની કેટલાક સ્થાનિકોએ ફોટા પણ પાડયા હતા. તેમજ સોશિયલ મીડિયામાં ફોટા શેર્સ કર્યા હતા. લોકોએ લખ્યું કે આવું પહેલીવાર આકાશ જોયું છે.
અગાઉ પણ આવી બની ચુક્યું છે
મળતી માહિતી અનુસાર, ઘણા લોકો આને પરમાણા બોમ્બ વિસ્ફોટ જણાવ્યો અને ડરામણો અનુભવ કહ્યો હતો. આ ભયંકર ભૂકંપ છે એવું સ્થાનિકો કહ્યું. લોકોએ કહ્યું કે આ રાતમાં કૃત્રિમ સૂરજના પ્રકાશ જેવો અનુભવ લાગતો. ત્યાંના હવામાન વિભાગે કહ્યું કે આ ઘટના પાછળ કોઈ અલૌકિક કારણ નથી. આ મોટાભાગની હોડીઓમાં રહેતી લાલબત્તીને લીધે થાય છે. જે લોકો માછલી પકડવામાં વાપરતા હોય છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં આ ઘટના પહેલાં પણ બની ચુકી છે. સાતમી મે-2022ના રોજ પુટુઓ અને 10 મે ફુઝિયાન પ્રાંતમાં આવું જ થયું હતું. જ્યારે આકાશ લાલ થયું હતું. તે સમયે પણ લોકોએ આકાશને લાલ જોઈ ઘણીબધી અટકળો લગાવવાની શરૂ કરી હતી.
હોડીનો પ્રકાશ લાગી રહ્યો હતો
નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ બાદ આકાશ લાલ થવા પાછળનું કારણ જણાવ્યું. તપાસ ટીમે કહ્યું કે દરિયામાં માછલી પકડનારી બોટનો પ્રકાશ લાલ હોય છે. લાલ પ્રકાશ ઘણો મજબૂત હોય છે. તે સમયે વાયુમંડળમાં પ્રવાહી ટીંપા વિખેરાતા હોય છે જેનાલીધે લાલ રોશની દૂરથી વિખેરાતી દેખાતી હોય છે. આનાથી આકાશમાં સામાન્ય કરતાં લાલ રોશની જોવા મળે છે.
પરમાણુ બોમ્બનો હુમલો થયાનો અનુઠભાવ
આ ઘટનાનો વીડિયો બનાવનારી એક મહિલાએ જણાવ્યું કે મેં સાંભળ્યું કે આ માછલી પકડનારી હોડીનો પ્રકાશ હતો. પરંતુ આ પ્રથમવાર છે જ્યારે આ દ્રશ્ય જોયું. તો વળી બીજી વ્યકિતએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે જાણે પરમાણુ વિસ્ફોટ થયો છે. જ્યારે એક યુવકે કહ્યું કે આ કૃત્રિમ સૂર્યનો પ્રકાશ જેવું લાગે છે. હું આની પર વિશ્વાસ નથી કરતો


