- એક્ઝિટ પોલ અંગે અમિત ચાવડાએ આપ્યુ નિવેદન
- ઈન્ડિયા ગઠબંધનને સારો આવકારઃ અમિત ચાવડા
- “દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી”
લોકસભા ચૂંટણીનું પરિણામ આગામી 4 જૂનના રોજ જાહેર થશે. ત્યારે રાજ્યમાં 26 લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપને કેટલી સીટ મળશે તે તો 4 જૂનના રોજ જ સ્પષ્ટ થશે. પરંતુ હાલ અગલ-અલગ એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને 1થી 2 સીટ મળી રહી છે.
અમિત ચાવડાએ સુરતની મુલાકાત લીધી
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસના નેતા અને આણંદ લોકસભા સીટના ઉમેદવાર અમિત ચાવડાએ આજે સુરતની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની મુલાકાત લઈ આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. અમિત ચાવડાએ સંગઠનના આગેવાની મુલાકાત લઈ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે
અમિત ચાવડાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. દેશમાં પરિવર્તનની શરૂઆત ગુજરાતમાંથી જ થશે. ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે. દેશમાં પણ ચોથી જૂને બધાને ખ્યાલ આવી જશે. અક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ ચોથી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.


