- જો કે કોર્ટથી રાહત મળ્યા છતાં ઈમરાન ખાન હજી જેલમાં રહેશે
- ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી મહેમુદ કુરૈશી સામે રાષ્ટ્રી સુરક્ષા માહિતી લિક કરવાનો કેસ ચાલુ હતો
- બે વર્ષ અગાઉ ઈમરાન ખાને લાહોરથી ઈસ્લામાબાદ કૂચ કરી હતી
પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને એક મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે સિફર કેસમાં ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરૈશીને મુક્તિ આપી છે. જ્યારે પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના 71 વર્ષીય સંસ્થાપક ઈમરાન ખાન દોષિત ઠેરવ્યા બાદ ગત વર્ષ ઓગસ્ટથી અદિયાલા જેલની હવા ખાઈ રહ્યા છે.
આખો સીફર કેસ શું હતો?
ઈમરાન અને શાહ મહેમુદ કુરૈશી વિરૂદ્ધ સિફરનો આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે. ઈમરાન ખાન પર અત્યંત ગુપ્ત માહિતીનો અંગત ઉપયોગ કરવાનો આરોપ છે. સત્તા પરથી હટ્યા બાદ ઈમરાને આરોપ લગાવ્યો હતો કે તેમની હકાલપટ્ટી પાછળ અમેરિકાનો હાથ છે. આ માટે ઈમરાને કહ્યું કે વોશિંગ્ટનમાં પાકિસ્તાન એમ્બેસીએ તેમને એક કેબલ ટેપ અથવા ગુપ્ત માહિતી મોકલી હતી. ઈમરાન ખાને પોતાના રાજકીય લાભ માટે વિવાદાસ્પદ રાજદ્વારી વાતચીત જાહેર કરી હતી. તેને ‘સિફર’ કહેવામાં આવતું હતું.
કોર્ટમાંથી રાહત
ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે ખાન, પૂર્વ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી અને અન્ય પીટીઆઈ નેતાઓને ‘હકીકી આઝાદી’ માર્ચ દરમિયાન તોડફોડના બે કેસમાં દોષિત ઠેરવ્યા છે. મે-2022માં, ખાને શાહબાઝ શરીફની આગેવાની હેઠળની ગઠબંધન સરકારને તોડવા માટે લાહોરથી ઈસ્લામાબાદ તરફ કૂચ શરૂ કરી. ખાન અવિશ્વાસની દરખાસ્ત હારી ગયા બાદ શરીફના નેતૃત્વમાં આ સરકારની રચના કરવામાં આવી હતી.
150 લોકો સામે કેસ નોંધાયા હતા
આ રેલી “હકીકી આઝાદી” વાસ્તવિક સ્વતંત્રતા હાંસલ કરવા અને રાષ્ટ્રને “યુએસ સમર્થિત” ગઠબંધન સરકારની “ગુલામી”માંથી મુક્ત કરવા માટેના સંઘર્ષનો એક ભાગ હતો, જેમાં ખાન, કુરેશી અને 150 લોકો સામે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા આ મહિનાની શરૂઆતમાં, ઈસ્લામાબાદના મેજિસ્ટ્રેટે વર્ષ-2022માં તેમની પાર્ટીની ‘લોંગ માર્ચ’ દરમિયાન તોડફોડના બે ગુનામાં કેસ નોંધ્યો હતો.


