- યુરોપિયન દેશ ચેક રિપબ્લિકમાં ગોઝારો અકસ્માત
- માલગાડીમાં પ્રવાસી ટ્રેન ઘુસી જતા અકસ્માત સર્જાયો
- આ ભીષણ અકસ્માતમાં અન્ય 23 લોકો ઈજાગ્રસ્ત થયા
યુરોપિયન દેશ ચેક રિપબ્લિકનની રાજધાની પ્રાગથી એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે પરોઢિયે એક પ્રવાસી ટ્રેન માલગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા હતા, જ્યારે 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી હતી.
આ ઘટના કયા બની
ચેક રિપબ્લિક દેશના ઈન્ટિરિયર મંત્રીએ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે રાજધાની પ્રાગથી આશરે 100 કિલોમીટર પૂર્વ પર્ડુબિસ શહેરમાં બની હતી. પ્રવાસી ટ્રેન ખાનગી કંપનીની હતી. દેશના પૂર્વ વિસ્તારની વચ્ચે એક પ્રમુખ ટ્રેકને બંધ કરવી પડી. જ્યારે અધિકારી આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, માલગાડી કેલ્શિયમ કાર્બાઈડ લઈ જઈ રહી હતી. વડાપ્રધાન પેટ્રફિયાલાએ આ ઘટના અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમને દુર્ઘટનાને એક મોતી ત્રાસદી જણાવી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અગાઉ સામૂહિક ગોળીબાર થયો હતો
આ અગાઉ ચેક રિપબ્લિકનથી એક સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં એક યુનિવર્સિટીની ઈમારતમાં ભીષણ ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં આશરે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગોળીબાર ચાર્લ્સ યુનિવર્સિટીની ઈમારતમાં થયો અને હુમલાખોર એક વિદ્યાર્થી હતો. પ્રાગ પોલીસે આ અંગે જાણકારી આપી હતી. ગોળીબાર કરનાર યુવકની ઉંમર માત્ર 24 વર્ષ જ હતી.


