- અમેરિકાના મહત્ત્વકાંક્ષી એપોલો-8ના પૂર્વ અવકાશ યાત્રી વિલિયમ એંડર્સનું નિધન
- અવકાશમાંથી પ્રથમવાર તેમણે પૃથ્વીનો ફોટો લીધો હોવાનું શ્રેય તેમને જાય છે
- 90 વર્ષીય અવકાશયાત્રીના અવસાનની જાણકારી તેમના દીકરાએ આપી હતી
અવકાશ ક્ષેત્રથી એક દુ:ખદ ખબર સામે આવી છે. એક દુર્ઘટનામાં નિવૃત્ત મેજર જનરલ વિલિયમ એંડર્સ જેઓ એપોલો-8ના પૂર્વ અવકાશ યાત્રી હતા તેઓનું અવસાન થઈ ગયું છે. તેઓ જે વિમાનમાં સવાર હતા તે પાણીમાં પડી ગયું હતું. તેઓ 90 વર્ષનાં હતા તેમના પુત્ર નિવૃત્ત વાયુસેના લેફ્ટિનેંટ કર્નલ ગ્રેંગ એંડર્સે પિતાના નિધન અંગેની જાણકારી આપી હતી.
રંગીન ફોટો તેમણે પાડયો હતો
અહીં જણાવી દઈએ કે રિટાયર્ડ મેજર જનરલ વિલિયમે વર્ષ-1986માં અવકાશમાંથી ગ્રહોની બ્લૂ રંગનો પ્રથમ અર્થરાઈઝ ફોટો પાડયો હતો. વિલિયમ એંડર્સે આ ફોટોને લઈ જણાવ્યું કે આ ફોટો અવકાશ કાર્યક્રમમાં તેમનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. આ ફોટો અવકાશમાં જોવા મળતી પૃથ્વીની પ્રથમ રંગીન ઈમેજ છે. આ ફોટો બદલ તેમને શ્રેય આપવામાં આવે છે. જેમાં દર્શાવવામાં આવ્યું કે અવકાશથી પૃથ્વી કેટલી નાજુક અને અલગ જોવા મળી રહી છે.
વિમાનમાં માત્ર એક જ પાયલોટ હતો
ભૂતપૂર્વ અવકાશયાત્રી વિલિયમ એંડર્સ જે વિમાનમાં સવાર હતા તેમાં માત્ર એક જ પાયલોટ હતો. સવારે આશરે 11.40 વાગ્યે એક રિપોર્ટ આવ્યો હતો જેમાં એક જૂના મોડલનું વિમાન જોન્સ દ્વીપના ઉત્તરી ભાગમાં પાણીમાં ખાબક્યું અને ડૂબી ગયું હતું.
એપોલો-8 મિશનને લઈ અનુભવ શેર્સ કર્યા
ભૂતપૂર્વ અવકાશયાત્રી વિલિયમ એંડર્સે વર્ષ-1997માં નાસા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું તેને નથી લાગતું કે એપોલો-8 મિશન સરળ છે. પરંતુ હું દેશ, દેશભક્તિને ધ્યાનમાં રાખી પોતાના મિશનને પૂર્ણ કરીશ. તેમને મિશન શરૂ થયા અગાઉ અનુમાન લગાવ્યું હતું કે આશરે ત્રણમાંથી એક ટકા અવસર હોઈ શકે છે કે આમાં આપણે સંપૂર્ણ રીતે સફળ ન થઈએ. પરંતુ આ બધું સારું બન્યું. તેમને વધુમાં જણાવ્યું કે એ સમયે અમને લાગ્યું કે પૃથ્વી કેટલી નાજુક દેખાઈ રહી છે.


