- નરેન્દ્ર મોદી રવિવારે સાંજે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે
- અમેરિકી એલન મસ્કે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા
- મસ્કે કહ્યું તેની ટેસ્લા કંપની ભારતમાં કામ કરવા આતૂર છે
લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની જીત અને વડાપ્રધાન મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના સમાચાર આવ્યા બાદ અન્ય દેશોમાંથી અભિનંદનનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ ઇલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તે ભારતમાં તેની કંપની માટે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.
નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ જ્યારથી વડાપ્રધાન પદના દાવેદાર બન્યા છે ત્યારથી અન્ય દેશોના નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તરફથી અભિનંદનનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અમેરિકન ટેક બિલિયોનેર એલન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.
52 વર્ષીય મસ્કે શુક્રવારે ટવિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. હું ભારતમાં અમારી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યની રાહ જોઈ રહ્યો છું, તેમણે કહ્યું , “તમારા અભિનંદન બદલ આભાર એલન મસ્ક” તેમણે કહ્યું કે પ્રતિભાશાળી ભારતીય યુવાનો, દેશની વસ્તી, નીતિઓ અને સ્થિર લોકશાહી રાજકારણ તેના તમામ ભાગીદારો માટે વ્યવસાયિક વાતાવરણ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
મહત્વનું છે કે, એપ્રિલમાં, ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xના CEO એ “ખૂબ જ ભારે ટેસ્લા જવાબદારીઓ”ને કારણે તેમની ભારતની મુલાકાત મોકૂફ રાખી હતી. એલન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતમાં આવે તેવી શક્યતા હતી. તેઓ વડાપ્રધાન મોદીને મળવાના હતા. એલોન મસ્કે આ અંગે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવા આતૂર છે.
જો કે ગયા વર્ષે જૂનમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન એલન મસ્ક તેમને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ 2024માં ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે, અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે.


