- ઈઝરાયલ સૈન્ય દળે ચાર બંધકોને બચાવી લીધા
- હમાસના કબ્જામાંથી બચેલા ચાર બંધકોએ રાહતનો શ્વાસ લીધો
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે આઠ મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી યુદ્ધ યથાવત્ છે ત્યારે ઈઝરાયેલી સેનાએ શનિવારે અલ-નુસરેટના મધ્ય ગાઝા વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાએથી ચાર બંધકોને જીવતા બચાવ્યા હતા. ઑક્ટોબર 7ના હુમલામાં, હમાસના લડવૈયાઓએ તેનું સંગીત સમારોહમાંથી અપહરણ કર્યું અને ગાઝા લઈ ગયા. બચાવી લેવામાં આવેલા લોકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે, જેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, બંધકોની ઓળખ 25 વર્ષીય નોહ અર્ગમાની, 21 વર્ષીય અલ્મોગ મીર જાન, 27 વર્ષીય આંદ્રે કોઝલોવ અને 40 વર્ષીય શ્લોમી ઝીવ તરીકે કરવામાં આવી છે. આ તમામની હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબરના હુમલામાં ઈઝરાયલી વિસ્તારમાંથી બંધક બનાવ્યા હતા અને તેમાંથી 116 હજુ પણ બંધક છે. યુદ્ધ દરમિયાન 40 બંધકોનાં મોત થઈ ચુક્યા છે.
https://twitter.com/Israel/status/1799392024224760199
રિપોર્ટ અનુસાર, ઈઝરાયલ આર્મીના સ્પેશિયલ ફોર્સે ગાઝાના નુસરત શહેરમાં અલગ-અલગ દરોડા દરમિયાન હમાસે બનાવેલા બંધકોને બચાવ્યા છે. ઉદાહરણ તરીકે, સ્પેશિયલ ફોર્સે નોહ અર્ગમાની નામના ચાઈનીઝ-ઈઝરાયલી નાગરિકને બચાવ્યો, જેને સુપરનોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં બંધક બનાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે તે તેના પિતાને મળી રહી છે.
રાષ્ટ્રપતિ-વડાપ્રધાને બંધક સાથે વાત કરી
બંધક બનાવેલી યુવતી અર્ગમાનીએ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ સાથે પણ ફોન પર વાત કરી હતી, જેનો વીડિયો તેમની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. “હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. દરેક વસ્તુ માટે તમારો આભાર, આ ક્ષણ માટે તમારો આભાર,” ઈઝરાયેલી નાગરિકે બચાવી લીધી હતી.
પીએમ નેતન્યાહૂએ પણ તેમની સાથે ફોન પર વાત કરી, જેમના માટે અર્ગમાનીએ કહ્યું, “હું ખૂબ જ ભાવુક છું. મેં લાંબા સમયથી હિબ્રુ (ઈઝરાયેલી ભાષા) સાંભળી નથી.” રિપોર્ટ અનુસાર, 7 ઓક્ટોબરની સવારે સુપરનોવા ફેસ્ટિવલમાંથી તેના બોયફ્રેન્ડ અવિનતન ઓર સાથે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તેનો બોયફ્રેન્ડ હજુ પણ હમાસની કેદમાં છે.


