- મોહમ્મદ મુઈજ્જુનું વલણ નરમ પડયું હોય તેવું દેખાવા લાગ્યું
- નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં સામેલ થવું ગર્વની વાત છે: મોહમ્મદ મુઈજ્જુ
- માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ રવિવારે શપથ ગ્રહણમાં સામેલ થશે
નરેન્દ્ર મોદી રેકોર્ડ ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે આનાથી ભારતની ધાક વિશ્વના તમામ દેશો પર વધશે. હવે ભારત સાથે દુશ્મનાવટ કરી રહેલા માલદીવનો દ્રષ્ટિકોણ પણ ભારત પ્રત્યે બદલતો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદને પણ પોતાના શપથ ગ્રહણ સમારોહમાં આવવા આમંત્રણ પાઠવ્યું છે. જેને મોઈજ્જુએ સ્વીકાર પણ કર્યો છે. ત્યારબાદ મોઈજ્જુનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જોડાવું તેમની માટે સન્માનની વાત હશે.
મુઈજ્જુએ ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો
મોહમ્મદ મુઈજ્જુએ એવું પણ કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગ પર ભારત જવાની તેમની યાત્રા એ દર્શાવે છે કે દ્વિપક્ષીય સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધશે. નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી મોહમ્મદ મોઈજ્જુએ એવું નિવેદન આપ્યું કે રવિવારે શપથ ગ્રહણમાં તેઓ સામેલ થશે. મુઈજ્જુના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ મુઈજ્જુએ નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકારી લીધું છે.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા
માલદીવમાં ભારતના રાજદૂતે રાષ્ટ્રપતિ કાર્યાલયના શિષ્ટાચાર રૂપે તેમને આમંત્રણ પત્ર પાઠવ્યું હતું. આની પહેલા મોઈજ્જુએ નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી. અને દ્વીપક્ષીય સંબંધોને આગળ વધારવા ભારતના વડાપ્રધાન સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. મોઈજ્જુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએને લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર સફળતા મળવા બદલ અભિનંદન આપ્યા.


