- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ રેસમાં
- જો બાઈડેનના પુત્ર હંટર ત્રણ કેસમાં દોષિત ઠર્યા
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા જો બાઈડેનનો મોટો આંચકો લાગ્યો છે. જો બાઈડેનના પુત્ર હંટર બાઈડેનના કૃત્યથી ચૂંટણીમાં નુકસાન ઉઠાવવું પડયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હંટર બાઈડેનનો વર્ષ-2018માં રિવોલ્વરની ખરીદી અને અન્ય ત્રણ આરોપમાં મંગળવારે દોષિત ઠેરવવામાં આવ્યો છે. જજે સજા સંભળાવવાની તારીખની જાહેરાત નથી કરી.
હંટરે જવાબ ન આપ્યો
વકીલોએ દલીલ કરી હતી કે બાઈડેનના પુત્રએ ફરજિયાત બંદૂક ખરીદવાના ફોર્મ પર જૂઠું બોલ્યું હતું કે તેણે ગેરકાયદેસર દવાઓનો ઉપયોગ કર્યો નથી અથવા તે ડ્રગનો વ્યસની હતો. જ્યારે બંને પક્ષોની દલીલો પછી ચુકાદો જાહેર કરવામાં આવ્યો, ત્યારે હન્ટર બાઈડેન આગળ જોતા રહ્યા અને પ્રતિક્રિયા આપી ન હતી. ચુકાદા પછી, તેણે તેના બંને વકીલોને ગળે લગાવીને હસ્યા હતા.
હન્ટર બાઈડેનનું લેખિત નિવેદન
એક લેખિત નિવેદનમાં, હન્ટર બાઈડેને કહ્યું કે તે નિર્ણયથી નિરાશ છે, પરંતુ પરિવાર અને મિત્રોના સમર્થન માટે આભારી છે. હન્ટરના વકીલે કહ્યું કે તે ઉપલબ્ધ તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે. પ્રેસિડેન્ટ જો બાઈડેનની પત્ની જીલ બાઈડેન કોર્ટે આપેલો ચુકાદો જાહેર કર્યાની મિનિટોમાં કોર્ટમાં પહોંચી હતી. હન્ટર બાઈડેન તેની માતા અને પત્નીનો હાથ પકડીને કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયો. તેમણે પત્રકારો સાથે વાત કરી ન હતી. કોર્ટના નિર્ણયની જાહેરાત થયા પછી, રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે તેઓ કેસના પરિણામને સ્વીકારે છે અને ન્યાયિક પ્રક્રિયાનું સન્માન કરે છે.


