- પાકિસ્તાનની સંસદમાં ભારતની પ્રશંસા
- ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ
- “પાકિસ્તાનની સિસ્ટમ સાવ પોકળ”
પાકિસ્તાનની સંસદમાં ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ કરવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષના નેતા શિબલી ફરાઝે પણ પાકિસ્તાનને ભારત જોડે શીખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, EVM દ્વારા જ ચૂંટણી યોજાવી જોઈએ. તો શાંતિપૂર્વક ચૂંટણી થઈ શકે છે.
7 તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ
શિબલી ફરાઝે ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ કરતા કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીએ EVM દ્વારા લાંબી ચૂંટણી યોજી હતી. આ ચૂંટણી એક મહિના સુધી ચાલી અને કુલ 7 તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી.
એક મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલી
એક મહિના સુધી આ ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી. પણ આ ચૂંટણીમાં કોઈ પણ ધમાલ કે આરોપો વગર જ ચૂંટણી શાંતિપૂર્વક થઈ હતી. જો ભારતમાં આ થઈ શકતું હોય તો પાકિસ્તાનમાં કેમ ના થઈ શકે? પાકિસ્તાન કેમ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી નથી કરાવી શકતું. ભારતમાં 80 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું અને લાખોની સંખ્યામાં મતદાન મથકો હતા.તેમ છતાં પણ શાંતિપૂર્વક મતદાન થયું પણ પાકિસ્તાનની સિસ્ટમ સાવ પોકળ બની ગઈ છે.
પહેલા પણ પાકિસ્તાનમાં ભારતની પ્રશંસા થઈ છે
પાકિસ્તાનની સંસદમાં ભારતની પ્રશંસા કરવામાં આવી હોય તે પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન પાર્ટીના નેતા અને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય સૈયદ મુસ્તફા કમલ ભારત દેશના વિકાસને લઈને તેની પ્રશંસા કરી ચૂક્યા છે.


