- NDRF ફાયર, 108 સહિતની ટીમોના અથાગ પ્રયત્નો એળે ગયા
- દોઢ વર્ષની બાળકી આરોહીના મોતથી શ્રામિક પરિવારમાં કાળો કલ્પાંત
- બાળકી અંદાજે દારમાં 45 થી 50 ફુટ વચ્ચે ફ્સાયાનો અંદાજ આવી રહ્યો હતો.
લાઠી તાલુકાના સુરગપુરા ગામની સીમમાં આવેલ એક વાડી વિસ્તારમાં એક શ્રામિક પરિવાર કપાસનું વાવેતર કરતો હોય ત્યારે તેમના બાળકો ત્યાં રમતા રમતા બાજુની વાડીમાં પહોંચી જતા અને ત્યાં પાણીના 500 ફૂટ ઉંડા બોરમાં દોઢ વર્ષની બાળકી પડી જતા 17 કલાકના રેસ્કયૂ ઓપરેશન બાદ બાળકીનુ સવારે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
લાઠી તાલુકાનાં ઝરખીયા અને અડતાલા ગામ નજીક આવેલા સુરગપુરા ગામની સીમમાં આવેલ એક વાડી વિસ્તારની એક વાડીમાં કરણભાઈ રમેશભાઈ અમલીયા તથા તેમનો પરિવાર કપાસનું વાવેતર કરતો હતો ત્યારે તેમના બાળકો ત્યાં રમતા રમતા બાજુની વાડીમાં પહોંચી ગયા હતા અને ત્યાં પાણીના બોર ઉપર પથ્થર રાખેલ હોય તેને બાળકોએ હટાવી લેતા તેમની દોઢ વર્ષની બાળકી આરોહી બોરમાં પડી જવા પામેલ હોય અને બાળકી અંદાજે દારમાં 45 થી 50 ફુટ વચ્ચે ફ્સાયાનો અંદાજ આવી રહ્યો હતો. આ રેસ્કયૂ ઓપરેશન એન.ડી.આર.એફ્.ની ટીમને પણ મદદ માટે બોલવવામાં આવેલ હોય, એન.ડી.આર.એફ્.ની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ ઓપરેશન રેસ્કયૂમાં જોડાઈ હતી. અને આખી રાત રેસ્કયુ હાથ ધરવામાં આવેલ હતું અને 17 કલાકની જહેમત બાદ પણ આજે વહેલી સવારે આ બાળકીને બચાવી શકાય ના હોય તેનો મૃતદેહ મળ્યો હતો.


