- શહેરમાં 130 સ્થળે વધુ પાણી ભરાય તો પ્રિ-મોન્સુનનું સુરસુરિયું થઈ જશે!
- બીજા રાઉન્ડની 10 ટકા કામગીરી પણ હજુ બાકી, પ્રજા રામ ભરોસે
- ચોમાસાના પાણીથી કેટલાય વિસ્તારોમાં પ્રજાને નુકશાનનો સામનો કરવો પડશે
અમદવાદા મ્યુનિ.કોર્પોરેશના પદાધિકારીઓ અને અધિકારીઓ દર વર્ષે પાણી નહીં ભરાવાના દાવા કરતા હતા, પરંતુ આ વખતે તો વોટર લોગિંગના 130 સ્થળોએ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરી છે.
એટલે જો વધુ પાણી ભરાય તો પછી પ્રિમોન્સૂનનું સુરસૂરિયું થઇ ગયું કહેવાય ! હવે ચોસાસું માથે છે, છતાં હજી 63,000 કેચપીટ સફાઇનો ત્રીજો રાઉન્ડ બાકી હોવાનું અને બીજા રાઉન્ડની 10 ટકા કામગીરી બાકી હોવાનું ખુદ અધિકારીઓ જ જણાવી રહ્યા છે. એટલે કે, પ્રજા રામ ભરોસે છે.
અમદાવાદમાં પાણીની બચત માટે વિવિધ ઉપાયો કરાય છે, તે સારી બાબત છે, પરંતુ ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાય છે, તેના નિકાલ માટે ખર્ચાતા કરોડો પાણીમાં જ વહી જાય છે. આવા આયોજન સામે વારંવાર વિરોધ છતાં મ્યુનિ.નું તંત્ર સુધરતું નથી. અમદાવાદમાં 63 હજાર કેચપીટો છે. પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ ચોમાસા પૂર્વે કેચપીટોની સફાઇનો પ્રથમ રાઉન્ડ પૂરો થઇ ગયો છે. પરંતુ બીજો રાઉન્ડ તાજેતરમાં જ શરૂ થયો હતો અને બિનસત્તાવાર હજી 20થી 25 ટકા કામગીરી બાકી છે. આ કામગીરી પૂરી થયા પછી ત્રીજા રાઉન્ડનું કામ શરૂ થશે. તે પૂરાં થતાં તો ચોમાસાના પાણીથી કેટલાય વિસ્તારોમાં પ્રજાને નુકશાનનો સામનો કરવો પડશે. કેચપીટ સફાઇના ત્રણ રાઉન્ડ પૂરા થયા પછી પણ પાણી નહીં ભરાવાની તંત્ર બાંયેધરી આપતું નથી. રવિવાર રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગોય હતો. જેથી મ્યુનિ.અધિકારીઓએ રાત-દિવસ કામગીરી ચાલુ રાખવી કામ પૂરું કરવા પ્રજાના હિતમાં માગ કરતાં વિપક્ષે આક્ષેપ કર્યો છેકે, કોર્પોરેશન પોતાના પ્લોટ વેચી રહ્યું છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે કોઇ સિસ્ટમ ઊભી કરવા હવે જગ્યા મળવી પણ મુશ્કેલ બનશે.


