ગુજરાતમાં ખૂબ ગરમી પડી રહી છે. એક તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે તળાજામાં આજે સવારથી સૂર્યપ્રકાશ ખિલ્યા પછી બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળ ડીબાંગ વાદળો આકાશને ઘેરી લીધું હતું. વરસાદ પણ ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. આ તોફાની વરસાદનો માહોલ રહ્યા બાદ માહોલ વિખાઈ જતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ સિવાય ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે.


