- ગત વર્ષે જૂનમાં કેનેડામાં ગુરુદ્વારા બહાર ગોળી મારી નિજ્જરની હત્યા થઈ હતી
- નિજ્જર કેનેડામાં રહી ભારત વિરુદ્ઘ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતો હતો
- નિજ્જર આતંકી હતો અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો વડો હતો
ઈટાલીના અપુલિયામાં જી-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડોની સાથે થઈ હતી. જ્યાં હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈ કેનેડા તરફથી ભારત પર મૂકવામાં આવેલા આરોપો બાદ બંને નેતાઓની આ મુલાકાત પર સૌની નજર હતી. પીએમ મોદીને મળ્યા પછી ટ્રુડોએ સંબંધોમાં સુધારની વાત કરી પરંતુ કેનેડાની સંસદથી એક જુદી જ છાપ સામે આવી. કેનેડાની સંસદમાં ખાલિસ્તાની ટાઈગર ફોર્સ સંગઠન સાથે સંકળાયેલા આતંકી હરદીપસિંહ નિજ્જર માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
હાઉસ ઑફ કોમન્સમાં પ્રથમ સ્પીકર ગ્રે ફગર્સે નિજ્જરને લઈ શોક સંદેશ વાંચ્યો અને ત્યારબાદ તમામ સાંસદોએ નિજ્જર માટે મૌન રાખવાનું કહ્યું. આ અગાઉ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે તે ભારતની નવી સરકાર સાથે આર્થિક સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર વાતચીત કરવાની તક છે. તેને એ વાત જી-7માં પીએમ મોદી સાથે મુલાકાત પછી આ વાત કહીં.
ભારત હવે કેનેડા સામે આવું પગલું ભરશે
ટ્રુડોએ કહ્યું કે જી-7 સમિટની સૌથી સારી વાત એ છે કે તમને મોટાપ્રમાણમાં વૈશ્વિક નેતાઓની સાથે સીધા જોડવાની તક મળે છે. આવામાં દેશોના નેતાઓ સાથે મળવાનો અવસર સાંપડે છે. જેની સાથે કેટલાક મુદ્દા પર અસહમત હોય. જેમાં ભારત પણ સામેલ છે. ભારત અને કેનેડાના લોકો વચ્ચે એક સંબંધ છે. જે ખૂબ મહત્ત્વપૂર્ણ આર્થઇક સંબંધ છે. તેમને કહ્યું કે ભારતની સાથે અમારા લોકો વચ્ચે સંબંધ ખૂબ સારો છે. ઘણા મુદ્દે સહમત છીએ. જેની પર અમે વૈશ્વિક સમુદાયની રીતે એક લોકતંત્રના રૂમાં કામ કરવાની જરૂર છે. આવામાં ઘણા મુદ્દાઓ છે. જેની પર આપણે કામ કરવાની જરૂર છે. હવે ભારતમાં ચૂંટણી પણ યોજાઈ ગઈ છે. જેથી મને લાગે છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને કેનેડાના નાગરિકોની સુરક્ષા જેવા કેટલાક ગંભીર મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે.
ઈટાલીમાં પીએમ મોદી અને ટ્રુડો વચ્ચે મુલાકાત
એવું પૂછવામાં આવ્યું કે બ્રિટિશ કોલંબિયાની તપાસ હેઠળ નિજ્જર કેસમાં ભારત પાસેથી સહયોગ મળવાની દિશામાં સુધાર થયો છે. આની પર ટ્રુડોએ કહ્યું કે આ દિશામાં કામ થઈ રહ્યું છે. મહત્ત્વનું છે કે પીએમ મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચે ઈટાલીમાં જી-7 સમિટમાં અન્ય વાતચીત થઈ હતી. ગત વર્ષે નિજ્જરની હત્યાને લઈ ભારત પર લગાવેલા આરોપો પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર બંને નેતાઓની હાથ મિલાવતો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં લખાયું કે કે જી-7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોથી મુલાકાત થઈ.
ટ્રુડોએ ભારત પર લગાવ્યા હતા નિજ્જરની હત્યાનો આરોપ
ગત વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યો હતો. જે બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજનૈતિક તણાવ વધી ગયો હતો. ત્યારથી જ ભારત અને કેનેડાના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. ભારતે પણ ટ્રુડો અને તેની પાર્ટી પર ખાલિસ્તાનીઓને લલચાવવા વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડામાં પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું કે ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાની સાથે સહયોગ કરી રહ્યું છે.
ગત વર્ષે નિજ્જરની હત્યા થઈ
ગત વર્ષે જૂનમાં કેનેડામાં ગુરુદ્વારા બહાર ગોળી મારી નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો વડો હતો. તે ઘણા વર્ષોથી કેનેડામાં રહેતો હતો. અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વધુ પ્રોત્સાહન આપતો હતો.
ટ્રુડોએ જ્યારે વર્ષ-2018માં ભારત પ્રવાસ પર આવ્યા હતા, તે સમયે તેમને પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી અમરિંદરસિંહે ખાલિસ્તાની આતંકવાદીઓની એક યાદી સોંપી હતી. જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહમંત્રાલયે વર્ષ-2020માં નિજ્જરને આતંકી જાહેર કરી દીધો હતો. 2010માં પંજાબના પટિયાલાના એક મંદિર બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેની પર હિંસા ભડકાવવા તેમજ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા જેવી વિવિધ કલમો લગાવાઈ હતી. જેથી પોલીસ એની શોધખોળ કરી રહી હતી. ભારતમાં હરદીપ નિજ્જરને ડેઝિગનેટેડ ટેરેરિસ્ટ એટલેકે આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. એનઆઈએ પણ એની પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.


