- મનપાના વોટર વર્કસના કાર્યપાલક ઈજનેર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ
- નિલમબાગ પોલીસ મથક ખાતે યુવતીએ નોંધાવી પોલીસ ફરીયાદ
- લગ્નની લાલચ આપી મનપાના અધિકારીએ વારંવાર યુવતીનું કર્યું શોષણ
ભાવનગરમાં દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના વોટર વર્કસના કાર્યપાલક ઈજનેર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. લગ્નની લાલચ આપી મનપાના અધિકારીએ વારંવાર યુવતીનું શોષણ કર્યુ હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકે યુવતીએ નોંધાવી છે. આ યુવતી મૂળ ભાવનગરની છે અને તેની સાસરી રાજકોટ થાય છે.
યુવતીને ખોટી ખોટી લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
2022થી મનપાના અધિકારી ફાલ્ગુન શાહ યુવતી સાથે દુષ્કર્મ આચરતા હતા. આ અધિકારીએ લગ્ન અને તેમજ ફ્લેટ લઈ આપવાની ખોટી ખોટી લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે નિલમબાગ પોલીસે ફરિયાદ નોંધી આ અધિકારીને શોધવા માટે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેટલીક દુષ્કર્મની ફરિયાદ શહેરમાં નોંધાઈ ચૂકી છે.


