- આજની રાત્રીએ આકાશમાં ગુલાબી રંગનો ચંદ્ર જોવા મળશે
- 21 જૂન એટલે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ
- ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આજનો દિવસ મહત્ત્વનો
આજે 21 જૂનનો દિવસ શુક્રવારે વિશ્વભર માટે વિશેષ દિવસ સાબિત થવાનો છે. આજે પૂનમની રાત્રી છે. જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર અનુસાર આજ દિવસનો સૌથી લાંબો અને રાત્રી આકાશમાં દુર્લભ નજારો જોવા મળશે. જેથી એક રીતે ચમત્કાર હશે. જેને લોકો ખુલ્લી આખે જોઈ શકશે.
આજે વિશ્વ રાત્રિના આકાશમાં સ્ટ્રોબેરી મૂન જોશે. ચંદ્ર આછા ગુલાબી રંગનો હશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ શરૂ થશે. યુરોપીયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ નીચો દેખાય ત્યારે આવું થવાની શક્યતા વધુ હોય છે. જેમ જેમ તે ઉપર જશે તેમ તેનો રંગ ગુલાબી થશે. નાસાએ આ ચમત્કારના અસ્તિત્વની પુષ્ટિ કરી છે.
સ્ટ્રોબેરી મૂન ક્યારે અને ક્યાં ઉગશે?
સ્ટ્રોબેરી મૂન શુક્રવાર, જૂન 21 ના રોજ રાત્રે 9:07 વાગ્યે તેના ઉચ્ચ સ્થાને હશે, જે વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. તે ગુરુવારે રાત્રે લગભગ 7:45 કલાકે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 97% રોશની સાથે ચમકશે. શુક્રવારે તે લગભગ 8:50 p.m. પર પ્રકાશિત થશે ત્યારે તે 100% બ્રાઇટનેસ પર હશે. શનિવારે પણ રાત્રે 9:45 વાગ્યા સુધી 100% રોશનીથી ઝળહળી ઉઠશે. આ સમયગાળા દરમિયાન, બાકીના વિશ્વના લોકો પણ 3 દિવસ માટે પૂર્ણ ચંદ્ર જોશે.
વૈજ્ઞાનિકો અનુસાર ચંદ્રમા રાત્રે આશરે 9.35 વાગ્યે ઉદય થશે. સવારે 5.26 વાગ્યે અસ્ત થશે. 21 જૂનના રોજ સૂર્ય સવારે 5.21 વાગ્યે ઉદય થયો અને રાત્રે આશરે 9.03 વાગ્યે અસ્ત થશે. આનો અર્થ એ છે કે સમગ્ર દિવસમાં સૂરજ 15 કલાક 41 મિનિટ સુધી દેખાશે. માન્યતા પ્રમાણે ચંદ્રમા ધરતીની નજીક હોય છે. જેથી ઘણો મોટો અને પ્રકાશિત નજરે પડશે.
સ્ટ્રોબેરી મૂન કોને કહે છે ?
આધ્યાત્મિક પરંપરા પ્રમાણે સ્ટ્રોબેરી મૂન પ્રેમ, પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ જીવનની મિઠાશનો આનંદ લેવા અને ચારેબાડુ થતી પોઝિટિવ ઊર્જાથી સંકળાવાનો સમય છે. આ દુર્લભ ઘટના 19થી 20 વર્ષે એક જ વાર થતી હોય છે. જૂની માન્યતા પ્રમાણે જૂન મહિનામાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ થતી હોય છે. જેથી આ મહિનામાં સ્ટ્રોબેરી મૂન નજર આવે છે. આ કારણથી પૂનમની રાત્રે જોવા મળતા ચંદ્રનું નામ સ્ટ્રોબેરી મૂન નામ પડયું છે. અમેરિકામાં જ નહિ પરંતુ વિશ્વમાં ચંદ્રમા હળવા ગુલાબી રંગનો જ દેખાશે. જૂન મહિનાની પૂનમના દિવસે થથી આ ઘટનાને યુરોપમાં નામો મીડ અથવા હનિમૂન આ ઉપરાંત રોઝ મૂન પણ કહેવામાં આવે છે.


