કલેકટર કચેરી ખાતે ખોલવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવાની રહેશે
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જીલ્લા કલેકટર કચેરીમા શરૂ થયેલ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવવા માટે રાજય સરકાર દ્વારા નાયબ મામલતદાર ને જવાબદારી સોંપવા માટેના હુકમ કરતા રાજકોટ જિલ્લાના 51 નાયબ મામલતદારની કંટ્રોલ રૂમમાં બદલી કરવાનો હુકમ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ કર્યો છે.
જીલ્લા કલેકટર કચેરીની વિવિધ શાખાઓમા ફરજ બજાવતા નાયબ મામલતદારને કંટ્રોલ રૂમ ખાતે ફરજ સોંપવામાં આવી છે જેમાં તેજસ બાણુગરીયા, ભાવિન વૈષ્ણવ, ધવલ ભીમજીયાણી, ભરત પરમાર, કિરીટસિંહ ઝાલા, પવન પટેલ, મૈલીક ઉપાધ્યાય, છગન કુકડીયા, મનસુખ સોરાણી,ચદુલાલ પારખીયા, હરેશ ગોહેલ, રધુવીર પઢીયાર, રીના સુરેલીયા, સોનલબેન ત્રિવેદી, કિરણબેન મારૂ, હિરેન કોટડીયા, અરવિદ કુગશીયાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત કર્મચારીઓ તથા અધિકારીઓએ તેમની હાલની જગ્યા ઉપરાંત નાયબ મામલતદાર મહેસુલનો વધારાનો ચાર્જ સભાળવાનો રહેશે.


