- વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
- પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે સ્થાનિકોને માહિતી અપાઈ
- NDRFની ટીમ દ્વારા વલસાડના નીચાણવાળા વિસ્તારો મુલાકાત લેવામાં આવી
હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા વલસાડના લોલેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી છે.
રેસ્ક્યુ કરવા માટે NDRFની ટીમ તૈનાત
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે NDRF દ્વારા કઈ રીતે ત્યાંના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી અને સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી.
આણંદના પેટલાદના વાતાવરણમાં પલટો
આ તરફ આણંદના પેટલાદમાં વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. પેટલાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Bhavnagarના જેસર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ
ત્યારે બીજી તરફ ભાવનગરના જેસર તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભાવનગરના જેસરના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં ભારે પવન સાથે ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે.


