- એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થનો રિપોર્ટ
- ગુજરાતમાં ચિકન- ગુનિયાના કેસ એક વર્ષમાં 4 હજારને પાર થઈ ગયા
- કોવિડમાં સાજા થયેલા લોકોમાં ચિકન ગુનિયાના મોટા ભાગના કેસ નોંધાયા
ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જની પરિસ્થિતિ, વધતો જતો ગરમીનો પારો તેમજ એર પોલ્યુશનના કારણે ગુજરાતમાં ચિકન ગુનિયા, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.
ડેન્ગ્યુના સૌથી વધુ કેસ વધ્યા છે તેમાં વડોદરા, રાજકોટ, દ્વારકા, કચ્છ, અમદાવાદ શહેર, જામનગર શહેર અને વડોદરા શહેરનો સમાવેશ થાય છે જ્યારે ચિકન ગુનિયાના કેસ વધ્યા તેમાં વડોદરા, કચ્છ, અમદાવાદ શહેર અને વડોદરા શહેર ટોચ ઉપર છે. સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ, ગુજરાતના અહેવાલમાં આ બાબત સામે આવી છે. વર્ષ 2020માં 1564 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા, જે પૈકી બે દર્દીનાં મોત થયા હતા. વર્ષ 2021માં 10,983 કેસ સામે આવ્યા હતા, જેમાં 14 દર્દીનાં મોત થયા છે. વર્ષ 2020માં ચિકન ગુનિયાના 1059 કેસ હતા, એ પછી વર્ષ 2021માં 4044 કેસ સામે આવ્યા હતા. કોવિડમાં સાજા થયેલા લોકોમાં ચિકન ગુનિયાના મોટા ભાગના કેસ નોંધાયા હતા. મેલેરિયાના વર્ષ 2020માં 4,771 કેસ હતા, જે વર્ષ 2021માં વધીને 4,921 થયા હતા. મેલેરિયાના વધુ કેસો સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, જામનગર, અમદાવાદ શહેર અને સુરત શહેરમાં આવ્યા હતા.


