- ચર્ચમાં ઘૂસીને પાદરીનું ગળું કાપ્યું
- એકમાત્ર સિક્યોરિટી ગાર્ડને પણ ગોળીઓ મારી હતી
- મૃતક પાદરી ફાધર નિકોલે ગંભીર રીતે બીમાર હતા
રશિયામાં 23 જૂને આતંકી હુમલો થયો અને તેમાં યહૂદીઓના પ્રાર્થના સ્થળ અને ચર્ચને નિશાન બનાવાયા. આ હુમલામાં 16 લોકોના મોત થયા જેમાં એક પાદરી પણ સામેલ હતા. તેમની નિર્દયતાથી ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. પાદરીની ઓળખ 66 વર્ષના ફાધર નિકોલે કોટેલનિકોવના રૂપમાં કરાઈ છે.
આતંકી હુમલો રશિયાના દક્ષિણ ક્ષેત્રના દાગેસ્તાનના ડર્બેંટ અને મખચકાલા શહેરમાં થયો. જેમાં ચર્ચના ઓર્થોડોક્સ પાદરીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. આ વાતની જાણકારી ગૃહમંત્રાલયના તરફથી આપવામાં આવી. હુમલામાં મૃત્યુ પામેલા પાદરીની ઓળખ 66 વર્ષની ફાધર નિકોલે કોટેલનિકોવના રૂપમાં કરાઈ હતી.
ચર્ચમાં ઘૂસીને પાદરીનું ગળું કાપ્યું
ફાધર નિકોલે ડર્બેંટ શહેરના ચર્ચ ઓફ ધ ઈંટરસેશન ઓફ ધ બ્લેસ્ડ વર્જિન મેરીમાં હતા અહીં રવિવારની સાંજે આતંકી હુમલો થયો અને સાંજની પ્રાર્થના બાદ ચર્ચમાં ઘૂસ્યા. અહીં તેમણે ફાધર નિકોલેની નિર્દયતાથી ગળું કાપીને હત્યા કરી. ફાધર નિકોલે સિવાય ચર્ચમાં કામ કરનારા સિક્યોરિટી ગાર્ડને પણ ગોળીઓ મારી હતી. તેમની ઓળખ મિખાઇલ નામના વ્યક્તિના રૂપમાં કરવામાં આવી હતી. આ વ્યક્તિ ચર્ચનો એકમાત્ર સિક્યોરિટી ગાર્ડ હતો.
40 વર્ષથી ચર્ચમાં આપી રહ્યા હતા સેવા
મળતી માહિતિ અનુસાર ચર્ચમાં હાજર અન્ય પાદરીઓએ પોતાને બચાવવા માટે ચર્ચમાં બંધ કરી દીધા અને મદદની રાહ જોવા લાગ્યા. અહીં તે તમામ સુરક્ષિત બચી ગયા. દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના અધ્યક્ષ શમીલ ખાદુલે કહ્યું કે મળતી માહિતિ અનુસાર મૃત પાદરી ફાધર નિકોલે ગંભીર રીતે બીમાર હતા. તેઓએ ચર્ચમાં લગભગ 40 વર્ષ સેવા આપી. ફાધર નિકોલે પહેલા રશિયાના સ્ટાવરોપોલમાં રહેતા. ત્યાંથી વર્ષ 1980માં તેમને દાગેસ્તાન મોકલી દેવાયા.
ઈઝરાયેલ સાથે શું છે કનેક્શન
મીડિયા રિપોર્ટના અનુસાર ફાધર નિકોલેના પરિવારમાં તેમની પત્ની, 3 બાળકો અને પૌત્ર પૌત્રીઓ છે. ફાધર નિકોલેએ ઈઝરાયેલની રાજધાની યેરુશલમથી રશિયા સુધી પવિત્ર અગ્નિ પહોંચાડવાના સમારોહમાં પણ ભાગ લીધો હતો. આ રૂઢિવાદી ઈસાઈ પરંપરા છે જે ઈસ્ટરના એક દિવસ પહેલા યોજાય છે. આ આતંકી હુમલા બાદ સોમવાર, મંગળવાર અને બુધવારનો શોક જાહેર કરવામાં આવ્યો છે.


