By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો

Editor
Last updated: 2026/06/13 at 4:08 PM
1 hour ago
Share
ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો
SHARE

વનવિભાગની ગોળ-ખોળ નીતિ સામે વડાપ્રધાન-મુખ્યમંત્રી સુધી ફરિયાદ

ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો

માઇનિંગની મંજૂરી, સિંહોના મોત, ગેરકાયદે ધમધમતા રિસોર્ટ, હોટલ અને રાજભા ગઢવીને મળેલી મંજૂરી સહિતના મુદ્દે પર્યાવરણ વિદોએ મોરચો ખોલ્યો

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, નેચર કલબ, એડવોકેટે પીએમ-સીએમને પત્ર લખી ઉચ્ચકક્ષાની તપાસ કરવા માંગ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ મંજૂરીઓને લઈને ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ મોરચો માંડ્યો છે. ગીરના સંરક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને લેખિત પત્ર પાઠવી આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

આ ગંભીર મુદ્દે અવાજ ઉઠાવનારાઓમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, સ્નેહલ પટેલ – નેચર ક્લબ સુરત, એડવોકેટ રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુભા રાયજાદા સહિતના પર્યાવરણવિદો સામેલ છે. તેમણે ગીરમાં સિંહોના અસામાન્ય અને ચિંતાજનક અપમૃત્યુ તેમજ જંગલના હિતને નુકસાન પહોંચાડતા નિર્ણયો સામે સત્વરે સુધારાત્મક પગલાં લેવા અનુરોધ કર્યો છે.

વાઇલ્ડલાઇફ બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાના જણાવ્યા અનુસાર, વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ દરેક સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક માટે એક ‘મેનેજમેન્ટ પ્લાન’ હોય છે, જેને રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન મંજૂરી આપે છે. આ પ્લાન એક કાયદાકીય દસ્તાવેજ છે, જેનું પાલન કરવું વન વિભાગના તમામ સ્ટાફ અને અધિકારીઓ માટે ફરજિયાત છે. પરંતુ, ધારી ગીર પૂર્વમાં રિસોર્ટ, માઇનિંગ અને માલધારીની સ્પેશિયલ પરમિશન આપવાના કિસ્સાઓમાં ગીર મેનેજમેન્ટ પ્લાન અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ (વન સંરક્ષણ ધારો) ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે.

સભ્યોએ પત્રમાં એ બાબતની પણ નોંધ લીધી છે કે ગીર અને સિંહોના સંરક્ષણ સંબંધિત કેટલાક મુદ્દાઓ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજીઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે. તેથી, વન વિભાગ દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોમાં કાયદાકીય અને પર્યાવરણીય પાસાઓનું કડક પાલન થાય તે અત્યંત અનિવાર્ય છે.

 

પર્યાવરણ વિદોએ ભાર મૂકેલા મુદ્દાઓ

1.બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની દરખાસ્ત

જાફરાબાદ તાલુકાના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની અંદાજે 75 હેક્ટર જમીનને ખાણકામ માટે ડાયવર્ટ કરવાની દરખાસ્ત સામે સખત વિરોધ નોંધાવાયો છે. આ વિસ્તારમાં 5,500થી વધુ વૃક્ષો આવેલા છે, જે ખાણકામની મંજૂરી મળતાં જ કાપી નાખવામાં આવશે. આ વિસ્તાર 50થી વધુ સિંહો સહિત અનેક શેડ્યૂલ-1 વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે અને તે ગીરના મહત્વપૂર્ણ ‘સિંહ કોરિડોર’ તરીકે ઓળખાય છે. ખાણકામથી વન્યજીવોનું રહેઠાણ છીનવાઈ જશે.

  1. લોક સાહિત્યકાર રાજભા ગઢવીને સ્પેશિયલ મંજૂરી અને માલધારીઓમાં રોષ

બીજો સૌથી મોટો વિવાદ જાણીતા લોક સાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીને ગીરના લીલાપાણી વિસ્તારમાં માલધારી તરીકે આપવામાં આવેલી કથિત વિવાદાસ્પદ પરવાનગીનો છે. વર્ષ 2023માં તત્કાલીન વન અધિકારી દ્વારા જે અરજી નકારવામાં આવી હતી, તેને હવે મંજૂરી આપવામાં આવી છે. રજૂઆતકર્તાઓના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા અગાઉ જ સાંથળી યોજના હેઠળ ચાંચાઈ ગામમાં જમીન ફાળવવામાં આવી હોવા છતાં આ મંજૂરી અપાઈ છે, જે ગીરના ઇકોસિસ્ટમ માટે જોખમી બની શકે છે. રાજભા ગઢવીને ‘સ્પેશિયલ કેસ’ તરીકે મંજૂરી મળતાં જ વર્ષોથી ગીર જંગલની બહાર વિસ્થાપિત થયેલા અન્ય જરૂરિયાતમંદ માલધારીઓમાં સરકાર અને વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા માલધારી નાથાભાઈ બિજલભાઈએ જણાવ્યું કે, “અમારા બાપ-દાદા પાનવાળી નેસમાં રહેતા હતા અને તે સમયના એસટીના પાસ પણ અમારી પાસે છે. જમીન ફાળવણી વખતે અમને કોઈ જમીન મળી નથી. અમે અનેકવાર DFOને અરજીઓ કરી છે, પણ વન વિભાગ તરફથી હકારાત્મક નિર્ણય લેવાયો નથી. જો રાજભાને આવી મંજૂરી મળતી હોય, તો અમને પણ મળવી જોઈએ.”

  1. ખીચા ગામ પાસે ગેરકાયદેસર રિસોર્ટનું નિર્માણ

ધારી તાલુકાના ખીચા ગામમાં રિઝર્વ ફોરેસ્ટની બિલકુલ નજીક આવેલ ‘લિયોનેલ રિસોર્ટ’ ના મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. આરોપ છે કે રહેણાંક હેતુ માટે મંજૂર કરાયેલી જમીનનો ગેરકાયદેસર રીતે વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો છે. આ રિસોર્ટને મળેલી વિવિધ સરકારી મંજૂરીઓ શંકાના દાયરામાં છે અને તેની તપાસ જરૂરી છે.

  1. સિંહોના અપમૃત્યુની ઘટનાઓ

છેલ્લા કેટલાક સમયથી ગીર નેશનલ પાર્ક, સેન્ચ્યુરી અને આજુબાજુના વિસ્તારોમાં એશિયાટિક સિંહોના અસામાન્ય મૃત્યુના બનાવો વધ્યા છે. ગીરમાં ફેલાતા વન્યજીવોના રોગચાળા સામે જેટલી ગંભીરતા દાખવવામાં આવે છે, તેટલી જ ગંભીરતા આ માનવસર્જિત અને વહીવટી પ્રશ્નો પર દાખવવાની માંગ કરાઈ છે.

You Might Also Like

શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

નોટીસ બાદ પણ જર્જરીત આવાસ ખાલી નહીં કરતા પાણી કનેક્શન કાપી નખાયા

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે
રાજકોટ

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

Editor By Editor 1 day ago
વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.
મોટા રામપર પાસે બાઇક અકસ્માતમાં રેલનગરના યુવાનનું મોત, રેસિંગની ચર્ચા
વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત
પત્રકાર નાનો માણસ નથી એ સમાજનો પ્રહરી છે – ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?