- ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવતા બાઈડેનની જીભ થોથવાઈ ગઈ
- અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડિબેટ યોજાવાની પ્રથા
- બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 75 મિનિટ કરતાં વધુ ઉગ્ર ડિબેટ યોજાઈ
અમેરિકામાં પાંચ મહિના બાદ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. જેથી ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિની રેસમાં જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટક્કર છે. શુક્રવારે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે બંને નેતા સામસામે આવ્યા. બંને નેતા ચૂંટણી જાહેરાત પછી એકબીજા પર વાક્ પ્રહારો કરતા આવ્યા છે પરંતુ આ પ્રથમવાર બન્યું કે જ્યારે બાઈડેન અને ટ્રમ્પ એકબીજાની સામે વાક યુદ્ધ કર્યું હતું.
આ આખી ચર્ચામાં બંને નેતાઓએ પોતાના એજન્ડા કમ એકબીજાની પર આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે બંને નેતાએ એકબીજાના વ્યકિતગત જીવન પર પણ ટીકા કરી. 81 વર્ષીય બાઈડેને જનતા સામે પોતાને ફિટ રાખવાના પ્રયાસ કર્યો હતો. જેથી જનતાને એ જણાવી શકે કે આ ઉંમરમાં પણ તેઓ અમેરિકાની નેતાગીરી કરી શકે છે પરંતુ ટ્રમ્પની સામે આવતા જ બાઈડેન નબળા નજરે પડયા હતા. અને 78 વર્ષના ટ્રમ્પ સમગ્ર ડિબેટમાં જોશમાં નજરે પડયા હતા અને બાઈડેનને ઘેરતા રહ્યા હતા.
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, ‘તમારો પુત્ર ગુનેગાર છે, જો બાઈડેનને રાષ્ટ્રપતિ તરીકે જે પણ કામ કર્યું છે તેના માટે તેને પણ દોષી ઠેરવી શકાય છે. આ માણસ ગુનેગાર છે, મેં કંઈ ખોટું કર્યું નથી.
ચૂંટણી પહેલા ચર્ચાનું મહત્ત્વ
અમેરિકામાં દરેક ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિની ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ ચર્ચા એક મીડિયાની મુખ્ય ઓફિસમાં થઈ હતી. આ ડિબેટ દ્વારા અમેરિકન લોકોને તેમના ઉમેદવારો વિશે જાણવાનો મોકો મળે છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે બંને ઉમેદવારો પહેલાથી જ જનતાની સામે છે. અમેરિકન લોકોએ બંને ઉમેદવારોનો કાર્યકાળ અને કાર્યશૈલી જોઈ છે. આવી સ્થિતિમાં બંને ઉમેદવારો જનતાની સામે પોતાને કેવી રીતે વધુ સારી રીતે સાબિત કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચામાં, જો બાઈડેન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નબળા દેખાયા. આ ચર્ચા પછી એમ કહી શકાય કે અમેરિકન લોકો સમક્ષ પોતાને મજબૂત નેતા તરીકે સાબિત કરવાના ટ્રમ્પના પ્રયાસો અમુક હદ સુધી સફળ રહ્યા છે.


