વિવિધ કમીટીની રચના કરવામાં આવશે
સૌરાષ્ટ્રનો પ્રખ્યાત સાતમ આઠમ લોકમેળો રાજકોટમાં ઓગસ્ટ માસમાં યોજાનાર છે તેની તૈયારીના ભાગરૂપે આવતીકાલે કાલે બપોરના કલેકટરના અધયક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે યોજાશે જેમાં 15 થી વધુ કમીટીની રચના કરવામાં આવશે.
રાજકોટનો લોકમેળો માણવા માટે આસપાસના શહેરો જેમા જુનાગઢ, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર તથા ગુજરાતમાંથી પણ આ લોકમેળાની મજા માણવા માટે લાખોની સંખ્યામાં લોકો આવે છે ત્યારે ઓગસ્ટ માં તા.24 થી 28 એટલે કે પાંચ દિવસનો લોકમેળો યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આવતીકાલે બપોરના 12.30 કલાકે કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને લોકમેળા સમિતિની બેઠક મળનાર છે જેમાં પીજીવીસીએલ, પોલીસ, શીક્ષણ, મહાનગર પાલિકા,આર.એનડ બી સહીતના વિવિધ વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે જેમાં કમીટીની રચના કરવામાં આવશે. અને લોકમેળાનું ઉદ્ધાટન કોના હસ્તે કરવું તે સહીતના તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે.


