- મેક્રોંના ગઠબંધનને ડાબેરી ગઠબંધન તરફથી મજબૂત પડકાર મળી રહ્યો છે
- બીજા વિશ્વ યુદ્ધ બાદ ફ્રાન્સમાં પહેલીવાર રૂઢિવાદી સરકાર બની શકે છે
- આ મહિનાના પ્રારંભે જ છ જૂનના રોજ યુરોપિયન સંસદ માટે ચૂંટણી થઇ હતી
ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થયુ હતું. આ ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરવાની આશા સાથે બેસેલા રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો માટે ચૂંટણી એક પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. મેક્રોંના ગઠબંધનને ડાબેરી ગઠબંધન તરફથી મજબૂત પડકાર મળી રહ્યો છે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ ફ્રાન્સમાં પહેલીવાર રૂઢિવાદી સરકાર બની શકે છે. જે યુરોપિયન સંઘમાં એક મોટું પરિવર્તન સાબિત થઇ શકે છે. આ મહિનાના પ્રારંભે જ છ જૂનના રોજ યુરોપિયન સંસદ માટે ચૂંટણી થઇ હતી. આ દરમિયાન ફ્રાન્સમાં સૌથી ચોંકાવનારી રાજકીય પરિસ્થિતિઓ જોવા મળી હતી. અહીં ફ્રાન્સના કટ્ટર રુઢિવાદી નેતા મરીન લા પેનની નેશનલ રેલીએ મેક્રોની પાર્ટીને જોરદાર આંચકો આપ્યો હતો. તે બાદ રાષ્ટ્રપતિ મેક્રોંએ અંતિમ પરિણામ આવે તે પહેલા જ અચાનક રાષ્ટ્રીય ચૂંટણીની જાહેરાત કરીને બધાને હેરાન કરી દીધા હતા. મેક્રોએ કહ્યું હતું કે મેં નિર્ણય કર્યો છે કે તમારા વોટ મારફત તમે તમારું સંસદીય ભવિષ્ય પસંદ કરો. હું એટલે જ નેશનલ એસેમ્બલીને ભંગ કરી રહ્યો છું. કટ્ટર રૂઢિવાદી પાર્ટીઓ આગળ વધી રહી છે. આ એવી સ્થિતિ છે જેનો હું સ્વીકાર કરી શકું તેમ નથી. ફ્રાન્સમાં રવિવારે 30 જૂન અને આગામી સાત જુલાઇના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે.
577 બેઠક માટે મતદાન
ફ્રાન્સમાં ભારતીય સમય પ્રમાણે સવારે સાડા અગિયારથી રાતના સાડા નવ સુધી મતદાન થશે. એક્ઝિટ પોલના પરિણામો રાત્રે સામે આવી શકે છે. જ્યારે એક અઠવાડિયા બાદ બીજા તબક્કા માટે મતદાન થશે. જોકે, 577 બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલીમાં બેઠકોની સચોટ વહેંચણીનું અનુમાન લગાવવું મુશ્કેલ સાબિત થઇ શકે છે.
ઇરાનમાં ઓછા મતદાન બાદ હવે પાંચ જુલાઇએ નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાશે
ઇરાનમાં સમાજ સુધારક મસૂદ પેજેશકિયાન અને કટ્ટરવાદી સઈદ જલીલીને ચૂંટણીમાં જીત મળી છે પરંતુ કોઇને બહુમત પ્રાપ્ત થયો નથી. જે કારણે દેશમાં આગામી અઠવાડિયે પાંચ જુલાઇના રોજ ફરીવાર રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. ઇરાનના આંતરિક મંત્રાલયના અનુસાર 61 મિલિયન કરતા પણ વધારે લાયક ઇરાનીઓ પૈકી માત્ર 40 ટકા મતદાતાઓએ જ મતદાન કર્યુ હતું જે 1979 બાદ યોજાયેલી ચૂંટણીઓમાં રેકોર્ડ લો વોટિંગ ટર્નઆઉટ છે. મંત્રાલયના ચૂંટણી વડામથકના આંકડાઓ અનુસાર પેજેશકિયાનને કુલ 24.5 મિલિયન મતપત્રમાંથી 10.41 મિલિયન કરતા વધારે મત મળ્યા છે જ્યારે પૂર્વ પરમાણું વિષ્ટિકારણ સઇદ જલીલીને 9.47 મિલિયન મત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇરાનમાં 1979માં થયેલી ઇસ્લામિક ક્રાંતિ બાદ દેશમાં માત્ર બીજી વાર રાષ્ટ્રપતિ ચૂંટણી થઇ રહી છે. ઇરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ બાદ દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઇ રહી છે.


