- લાઠ ગામેથી 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરાયું
- SDRFએ રેસ્ક્યૂ કરી બીજા છેડે પહોંચાડ્યા
- લાઠ ગામમાં 8 ઈંચ વરસાદથી સંપર્ક વિહોણું
રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણુ થયુ છે. તેમાં 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે. વિદ્યાર્થીઓને SDRFએ રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. લાઠ ગામમાં 8 ઈંચ વરસાદથી સંપર્ક વિહોણું થયુ છે. ત્યારે તંત્ર દ્વારા SDRFની ટિમ લાઠ મોકલવામાં આવી છે.
ઉપલેટા લાઠ ગામ સંપર્ક વિહોણું થયુ છે
ઉપલેટા લાઠ ગામ સંપર્ક વિહોણું થયુ છે. ત્યારે લાઠ ગામમાં અનરાધાર આઠ ઈંચ વરસાદ થતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લાઠ ગામે SDRFની ટિમ આવી પહોંચી છે. પાટણવાવ પોલીસ તેમજ મામલતદારની ટિમ SDRF સાથે આવી પહોંચી છે. જેમાં આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા હોઈ SDRF દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. તેમજ SDRFની ટિમ તમામ બોટ જેકેટ દોરડા સહિત સામગ્રી સાથે ખડે પગે છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામના ખેતરોમાં વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. જેના કારણે વિવિધ પાકો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવી શકે છે.
ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા
આ ઉપરાંત અનેક ખેતરોમાં ધોવાણ પણ થયું છે. તો ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપલેટા વિસ્તારમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે લાઠ ગામની નદી અને ચેકડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના લીધે નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે.


