- સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રુટ કરાયા બંધ
- ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ
- ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ST વ્યવહારને અસર થઇ છે. જેમાં સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રુટ બંધ કરાયા છે. તેમાં ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની મહેરથી એસટી વિભાગની સંખ્યાબંધ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.
જ્યા જ્યાં પાણી ભરાયાં છે એસટી બસની ટ્રીપ કેન્સલ
ગ્રામીણ વિસ્તારમાં જ્યા જ્યાં પાણી ભરાયાં છે ત્યાં એસટી બસની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. તેમજ રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આજે રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.આ ઉપરાંત બારડોલી તાલુકામાં 239 મી.મી., ખંભાળિયામાં 229 મી.મી., માણાવદર 224 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. તેમજ નવસારી તાલુકામાં 214 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 200 મી.મી., જલાલપોર તાલુકામાં 196 મી.મી., મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચથી વધુ જ્યારે પલસાણામાં 190 મી.મી., મેંદરડામાં 183 મી.મી., ધોરાજીમાં 178 મી.મી., મહુવામાં 176 મી.મી., મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


