- રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા
- અગ્નિકાંડ મુદ્દે કાર્યવાહી કરતા બે પીઆઈને સસ્પેન્ડ
- 10 દિવસ પહેલા 2 અધિકારીઓને જેલહવાલે કરાયા હતા
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. SITની તપાસ બાદ આ મોટી કાર્યવાહી કરાઈ છે. અગ્નિકાંડ મુદ્દે કાર્યવાહી કરતા બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તત્કાલિન PI વી.એસ.વણઝારા અને જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. ગેમઝોનની પરવાનગી માટે બંને પીઆઈની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2021માં બંને વી.એસ.વણઝારા અને જે.વી.ધોળા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.
પૂર્વ TPO મનસુખ સાગઠિયાના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ મામલે ધરપકડ કરાયેલા પૂર્વ TPO મનસુખ સાગઠિયાના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ACBએ સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલ કરી, સાગઠિયાના બેન્ક એકાઉન્ટની તપાસ હજુ બાકી છે અને બેન્ક એકાઉન્ટની તપાસ તેની હાજરીમાં કરવી જરૂરી છે સાથે જ સાગઠિયાની મિલકતોની અને વિદેશ પ્રવાસની તપાસ કરવી પણ જરૂરી છે.
10 દિવસ પહેલા 2 અધિકારીઓને જેલહવાલે કરાયા
TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ટીપી વિભાગના 2 અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા,નકલી રજીસ્ટર બનાવવા મામલે 5 દિવસના રિમાન્ડ ઉપર હતા ટીપી વિભાગના 2 અધિકારીઓ જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા,આ બન્ને અધિકારીની સામે બનાવટી કાગળ ઊભા કરવાનો આરોપ લાગ્યો હતો. બંનેએ અગ્નિકાંડ સર્જાયા બાદ બીજા દિવસે રજીસ્ટરનો સળગાવી નાશ કર્યાનો આરોપ હતો.
રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારને સોંપાયો રીપોર્ટ
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ માટે જવાબદારો સામે ઝડપથી તાપસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે, આ SITએ તાપસ બાદ તૈયાર કરેલો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં રાજકોટના ફાયર વિભાગ સહીત અન્ય વિભાગોના ઘણા અધિકારીઓની બેજવાબદારી સામે આવી છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ હજુ ચાલી રહી છે.અગાઉ SITએ 20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સરકારને સોંપવાનો હતો પરંતુ તાપસ પ્રક્રિયા ચાલુ હોવાથી, રીપોર્ટ સોંપવામાં વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી.


