By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ TRPકાંડની તપાસમાં ત્રણ-ત્રણ સમિતિ આગળ ન વધતાં હાઇકોર્ટે કાન ખેંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટ TRPકાંડની તપાસમાં ત્રણ-ત્રણ સમિતિ આગળ ન વધતાં હાઇકોર્ટે કાન ખેંચ્યો

agragujaratnews
Last updated: 2024/07/05 at 8:22 PM
2 years ago
Share
રાજકોટ TRPકાંડની તપાસમાં ત્રણ-ત્રણ સમિતિ આગળ ન વધતાં હાઇકોર્ટે કાન ખેંચ્યો
SHARE

સ્ટેટસક્વોની સ્થિતિ જાળવી રાખવા બદલ ફટકાર : હાઇકોર્ટે તા.૨૫ જુલાઇ સુધીમાં સીટ, કોર્પોરેશનની કામગીરી શાળાઓમાં ફાયર સેફટી સહિતના વિવિધ અહેવાલો પણ માંગ્યા

પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની ધરપકડ કર્યા બાદ ત્રણ-ત્રણ સીટની રચના અને તપાસ છતાં કોઇ મુખ્ય આરોપીઓ સુધી તપાસ સમિતિ પહોંચી શકી નથી તે મામલે હવે વધુ એક વખત હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. ગુજરાત સરકારે સાગઠીયા સુધી અટકી ગયેલી તપાસ પદાધિકારીઓ અને અન્ય સુત્રધારો સુધી પહોંચી નથી તેનો આડકતરો ઉલ્લેખ કરી સરકારને સ્ટેટસક્વોની સ્થિતિ જાળવી રાખવા બદલ કાન ખેંચ્યો છે. હાઇકોર્ટે તમામ એજન્સીઓની તપાસનો રિપોર્ટ ૨૫ જુલાઇ સુધીમાં રજૂ કરવા આદેશ કર્યો છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઇએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રાજય સરકાર દ્વારા ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિનો ફેકટ ફાઇન્ડીંગ રિપોર્ટ સીલબંધ કરવામાં ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટીસ સુનિતા અગ્ર્વાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્યું હતું કે રિપોર્ટ જોયા બાદ અદાલત યોગ્ય હુકમ કરશે. બીજી બાજુ હાઇકોર્ટે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકારને સીધો સવાલ કર્યો હતો કે સીટનો રિપોર્ટ કયાં છે….? એમ કહીને સરકારને આગામી મુદતે સીટનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે સાથે રાજયની આવી કરુણ દુર્ઘટનાઓને લઇ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની કામગીરીની તપાસ અંગેનો રિપોર્ટ અને રાજયની શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા અંગેનો રિપોર્ટ હાઇકોર્ટે પણ માંગ્યો હતો. સરકાર તરફથી આ તમામ અહેવાલો તા.૨૫મી જુલાઇના રોજ આગામી મુદ્દતે રજૂ કરવાની તૈયારી બતાવાઇ હતી.

આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફરી એકવાર રાજય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે અમુક લોકો સામે પગલા લેવાય અને પછી જૈસેથેની સ્થિતિ થઇ જાય છે તેવું આ વખતે ના થવું જોઇએ. ચેક એન્ડ બેલેન્સની સીસ્ટમ હોવી જોઇએ. કેટલાક લોકો સામે પગલાં લઇ પછી શાંતિ રાખવાની તેવું ના થવું જોઇએ. સમગ્ર મામલામાં જે કોઇ કસૂરવાર કે જવાબદાર હોય તેની સામે કોઇપણ જાતની શેહશરમ રાખ્યા વિના આકરી કાર્યવાહી કરો અગાઉ આ કેસમાં હાઇકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્કેટરીને કોર્પોરેશનના આવા મ્યુનિસિપલ કમિશનરો સહિતના જવાબદારો સામે આકરા પગલાં લેવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સીટને સમાંતર ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા અને તેને તપાસ પૂર્ણ કરી અહેવાલ રજુ કરવા હુકમ કર્યો હતો.

જેના અનુસંધાનમાં આજે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે સોગંદનામા સાથે આ સમિતિનો ફેકટ ફાઇન્ડિંગ રિપોર્ટ સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. સરકાર દ્વારા જણાવાયું હતું કે ત્રણ સિનિયર સનદી અધિકારીઓ પી.સ્વરૂપ, રાજકુમાર બેનીવાલ અને શ્રીમતી મનીષા ચંદ્રા એમ ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ રચાઇ છેઅને તેના દ્વારા  સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ કરી તેનો ફાઇનલ રિપોર્ટ તા.3જી જુલાઇએ રજૂ કરાયો છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ફાયર ડિપાર્ટમેન્ટના અને પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સમિતિ દ્વારા કેટલાક મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. વધુમાં સમિતિ હાઇકોર્ટના નિર્દેશાનુસાર બહુ ગંભીરતાપૂર્વક અને બારીકાઇપૂર્વક તપાસ ચલાવી રહી છે અને સમગ્ર પ્રકરણમાં જે કોઇ દોષિત કે કસૂરવાર હશે તેને બક્ષવામાં આવશે નહી. સરકાર તરફથી જે અધિકારીઓએ આ મામલામાં ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવી છે તેઓની સામે કડકમાં કડક પગલા લેવાની હાઇકોર્ટને ખાતરી આપવામાં આવી હતી. હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓ પાસે સીટ સહિત તમામ રિપોર્ટ માંગી કેસની વધુ સુનાવણી તા.૨૫મીએ જુલાઇએ રાખી હતી.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCAમાં ટીમ સિલેક્શન કે ફિક્સિંગ?
ગુજરાતરાજકોટ

SCAમાં ટીમ સિલેક્શન કે ફિક્સિંગ?

Editor By Editor 1 day ago
જસદણમાં 30 વર્ષીય રત્ન કલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!
સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત
વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?