- LCBએ વડગામના મોરિયા નજીકથી આરોપી અસરફ અને સાદિકને ઝડપી પાડ્યા
- આરોપીઓ પાસેથી 500-1000ની જૂની ચલણી નોટો ઝડપાઈ
- પોલીસે 4 લોકો સામે કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠાના વડગામના મોરિયા નજીકથી 500-1000ની જૂની ચલણી નોટો સાથે બે શખ્સ ઝડપાયા છે અને અન્ય બે શખ્સ ફરાર થઈ ગયા છે. રૂપિયા 75.4 લાખના દરની જૂની ચલણી નોટો સાથે આ બે શખ્સ ઝડપાયા છે. કારમાં જૂની ચલણી નોટોના જથ્થા સાથે આ લોકો હેરાફેરી કરી રહ્યા હતા. ત્યારે બનાસકાંઠા એલસીબી વડગામના મોરિયા નજીકથી દાંતાના અસરફ મુમન અને સાદિક મુમનને પોલીસે દબોચ્યા છે અને ચાર લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે રૂપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટો છેલ્લા કેટલાક વર્ષથી ચલણમાં નથી, ત્યારે રૂપિયા 75.4 લાખની દરની જૂની ચલણી નોટો આ શખ્શો પાસે આવી કેવી રીતે તે મામલે તપાસ હાથ ધરાશે. અગાઉ પણ કેટલાક શખ્સો પાસેથી મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અગાઉ અમદાવાદમાંથી નકલી ચલણી નોટો ઝડપાઈ હતી
શહેરના જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી નકલી નોટો ઝડપાઈ હતી. જેમાં 3 શખ્સોની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. તેમાં સતીષકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિલકુમાર ધોબી અને કાલુરામ મેધવાલની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. જેમાં 500 અને 200 અને 100ના દરની નકલી નોટો મળી આવી હતી. તેમજ જુહાપુરાના મોઈન બાપુને નકલી નોટો આપવાના હતા. ત્યારે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી તથા રૂપિયા 15 લાખ 30 હજારની નકલી નોટો ઝડપી પાડી હતી.


