- સાળંગપુર દર્શન કરી અમદાવાદ પરત ફરતા સમયે સર્જાયો અકસ્માત
- ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડ પર પલ્ટી ગઈ
- 1 મહિલા અને 1 બાળકને વધુ ઈજાઓ પહોંચતા બોટાદ વધુ સારવાર માટે રીફર કરાયા
બોટાદના બરવાળા સાળંગપુર રોડ પર મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પીકઅપ ગાડી નંબર GJ-20-X-5372 પલટી જતાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બરવાળા સાળંગપુર રોડ પર બરવાળા ગામ પાસેની બજરંગદાસ બાપાની મઢી પાસે આ અકસ્માત થયો છે.
2 બાળકો સહિત કુલ 16 લોકો ઈજાગ્રસ્ત
સાળંગપુર દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો છે. પીકઅપ ગાડીમાં સવાર 5 મહિલા, 2 બાળકો સહિત કુલ 16 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે અને હાલમાં ઘાયલોને સારવાર અર્થે બરવાળા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી.
તમામ ઈજાગ્રસ્ત અમદાવાદના એક જ પરિવારના રહેવાસી
ત્યારે તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે અને જેમાં 1 મહિલા અને 1 બાળકને વધુ ઈજાઓ પહોંચતા બોટાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. ડ્રાઈવર સહિત કુલ 16 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. તમને જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત તમામ અમદાવાદના એક જ પરિવારના રહેવાસી છે અને તેઓ સાળંગપુર દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો છે.


