By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ACB સીટ કહે છે સાગઠીયાનુ રાજકીય કનેક્શન ભેદવા જેલમાં જઈને પૂછપરછ કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ACB સીટ કહે છે સાગઠીયાનુ રાજકીય કનેક્શન ભેદવા જેલમાં જઈને પૂછપરછ કરશે

agragujaratnews
Last updated: 2024/07/10 at 7:15 PM
2 years ago
Share
ACB સીટ કહે છે સાગઠીયાનુ રાજકીય કનેક્શન ભેદવા જેલમાં જઈને પૂછપરછ કરશે
SHARE

જગજાહેર થઈ ચૂક્યું છે કે ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન નહીં કરવા રાજકીય ભલામણથી કટકી કરી બધું ભંડારી દેવાયું હતું ત્યારે સાગઠીયા ને કેટલી રકમ લીધી તે યાદ નથી : તપાસ માત્ર નર્યું નાટક, છ દિવસ સાગઠીયા એસીબીના કબજામાં હતો છતાં કોઈ રાજકીય નેતા બિલ્ડરના નામ ઓકાવી શકી નથી

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપીની ભૂમિકામાં રહેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા હજુ બે દિવસ પૂર્વે જ જેલહવાલે કરાયા છે. ત્યારે છ દિવસ એસીબીના રિમાન્ડ હેઠળ રહેલા સાગઠીયા પાસે એસીબીના અધિકારીઓ કે સીટના અધિકારીઓ રાજકીય મામલે એક શબ્દ પણ ઓળકાવી શકયા નથી અને હવે કહે છે કે સાગઠીયાનું રાજકીય કનેક્શન ભેદવા માટે જેલમાં જઈને પૂછપરછ થશે. આ બાબતતો દળી દળીને ઘંટીમાં નાખવા જેવી છે. આ ઉપરાંત એસીબીએ કોઈ બિલ્ડરો કે આર્કિટેકના નામ પણ જાહેર કર્યા નથી. તેના પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે એસીબી કે એસીબી દ્વારા રચવામાં આવેલી સીટની તપાસ માત્ર એક નર્યું નાટક છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ લાગેલી વિકરાળ આગમાં 27 નિર્દોષ લોકો બળીને ભડથું થઈ ગયા હતા  આ ગોઝારી દુર્ઘટના પાછળ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો અને તેના કારણે જ આ નિર્દોષ 27 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જેથી સરકારના આદેશ મુજબ રચાયેલી તપાસ કમિટી દ્વારા તપાસના અંતે મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને આ ઘટના મામલે મુખ્ય આરોપી દર્શાવી તપાસ નો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરી દેવાયો છે. પરંતુ કહેવાય છે કે, સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ રાજકીય ટેકા વગર એક જ જગ્યાએ અડીખમ રહી શકતા નથી. તો આ પૂર્વ ટીપીઓ સાગઠીયા ઉપર એવા કયા રાજકીય માથાઓના બે નહીં પરંતુ ચાર ચાર હાથ હતા કે ઇન્ચાર્જ તરીકે વર્ષોથી એક ને એક જગ્યા પર ચીપકી રહી ભ્રષ્ટાચાર નો અજગર ભરડો લઈ લીધો હતો અને પોતાના માટે કરોડોનું સામ્રાજ્ય ખડકી દીધું હતું.

અગાઉ એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે,  ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન કરવા માટે ટીપી શાખાએ નોટિસ જાહેર કર્યાબાદ આ ડિમોલિશન અટકાવવા માટે રાજકીય ભલામણથી મોટો વહીવટ કરી ડીમોલિશનને અટકાવી દેવાયું હતું અને તમામ ગેરરીતિઓને ભો ભીતર કરી દેવાઇ હતી. આ જાહેરાત બાદ એક રાજકીય નેતા જાહેરમાં આવ્યા હતા અને તેણે કબૂલ્યું હતું કે તેમણે ભલામણ કરી હતી અને મોટી રકમનો વહીવટ કરી આ સમગ્ર પ્રકરણ સંકેલી દેવાયું હતું. છતાં આજદિન સુધી આ રાજકીય નેતાનો વાળ પણ વાંકો થયો નથી.

અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબીએ સાગઠીયાની ધરપકડ કરી તપાસ કરતા 18 કરોડનો દલ્લો મળી આવ્યો હતો તેના આધારે છ દિવસની રિમાન્ડ મેળવાઈ હતી પરંતુ આ છ દિવસ દરમિયાન એસીબીએ શું કર્યું તે ભગવાન જાણે. પરંતુ રોજબરોજ નવા ફણગાઓ ફૂટી રહ્યા છે કે જે ભૂતકાળમાં જાહેર થઈ ચૂક્યા છે. આજે એસીબી દ્વારા એવી જાહેરાત થઈ છે કે સાગઠીયાનુ રાજકીય કનેક્શન ભેદવા માટે એસીબી દ્વારા રચાયેલી સીટ જેલમાં જઈને સાગઠીયાની પૂછપરછ કરશે  તો આ બાબત કેટલી અંશે વ્યાજબી ગણાય.? તેઓ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. કારણ કે એસીબી એવી વાત કરે છે કે, “અલગ અલગ પકવાનો સાથેની તૈયાર થાળી હાથમાં હતી  પરંતુ કોળિયો મો સુધી પહોંચ્યો નહીં”

આ ઉપરાંત એસીબી દ્વારા આજ દિન સુધી એવું પણ જાહેર નથી કરાયું કે ફલાણા બિલ્ડર સાથે તેની સાઠગાઠ હતી કે, ફલાણા આર્કિટેક સાથે તેમનો ઘરોબો હતો. આથી લોક મુખે જોરશોરથી એવી ચર્ચા થઈ રહી છે કે, સાગઠીયા સામેની એસીબીની તપાસ માત્ર નર્યું નાટક છે. કારણ કે આજ સાગઠીયા વિરુદ્ધ આજ કચેરી અને આજ અધિકારીઓ સમક્ષ એસીબીના ભ્રષ્ટાચારની લેખિત ફરિયાદો કરવામાં આવી હતી  છતાં આ તપાસ એજન્સીએ અરજીઓ ઉપર ધ્યાન દીધું ન હતું અને અરજીઓને કચરા ટોપલીમાં ફેંકી દીધી હતી. જ્યારે 27 લોકો મોતના મુખમાં ધકેલાયા અને સાગઠીયાનું નામ બહાર આવ્યું ત્યારે આ જ એજન્સી હવે સાગઠીયા પાસે રાજકીય અને બિલ્ડરના કનેક્શનનો ભેદવા માટે ઉતરી પડી છે. આ અધિકારીઓ સ્પષ્ટ રીતે જાણે છે કે સાગઠીયા પાછળ કયા માથાઓ સંડોવાયેલા છે.હવે જોવાનું કે એસીબીએ કરેલી તપાસ અને એસીબી સીટ દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા વિરુદ્ધ શું ઉકાળવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં શું ઉકાળવામાં આવશે.?

You Might Also Like

 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો

બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ગુજરાત

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

Editor By Editor 23 hours ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?