- શિવાની રાજાએ 14,526 વોટથી મેળવી જીત
- 37 વર્ષ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીને સીટ અપાવી
- લેબર પાર્ટીનો ગઢ મનાતી સીટ પર જીત મેળવી
યૂકેમાં હાલમાં ચૂંટણીમાં લેબર પાર્ટીએ બંપર જીત મેળવી હતી. પાર્ટીએ 400 પાર સીટ મેળવીને 14 વર્ષ બાદ સત્તામાં પરત આવવામાં વિજય મેળવ્યો છે. આ પછી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રીની જવાબદારી સંભાળી છે. જ્યાં લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે તો અન્ય તરફ પાર્ટી છેલ્લા 37 વર્ષથી સીટ બચાવવામાં સક્સેસ રહી ન હતી ભારતીય મૂળની શિવાની રાજાએ આ સીટ 37 વર્ષ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીને અપાવી છે.
શિવાની રાજાએ મેળવી બંપર જીત
શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટથી બંપર જીત મેળવી છે અને લેબર પાર્ટીનો ગઢ મનાતી સીટ પર જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. સાથે શિવાની રાજાએ મંગળવારે શપથ લીધા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શિવાનીએ જે સમયે સાંસદ પદના શપથ લીધા તે સમયે તેમના હાથમાં ભાગવત ગીતા હતી. શિવાનીએ હાથમાં ભાગવત ગીતા સાથે શપથ લીધા અને સૌનું દિલ જીતી લીધું.
ભાગવત ગીતા સાથે લીધા શપથ
શિવાની રાજાએ શપથ ગ્રહણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો તેનાથી હજારો ભારતીયોનું દિલ પણ જીત્યું. તેઓએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે લીસેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સાંસદમાં શપથ લેના સન્માનની વાત હતી. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સના પ્રતિ શપથ લેતા ગર્વ અનુભવાયો છે.
કેટલા વોટ મેળવ્યા
શિવાની રાજાએ 14,526 વોટ મેળવ્યા છે અને વિપક્ષી રાજેશ અગ્રવાલને 4,426 વોટથી હરાવ્યા હતા. જો કે 1987થી આ સીટ લેબરનો ગઢ હતી પરંતુ શિવાનીએ આ સીટથી જીતનો ઝંડો બુલંદ કરી દીધો છે. શિવાની જ નહીં પણ 26 ભારતીય મૂળના લોકોએ યૂકે ચૂંટણીમાં જીત મેળવી છે. યૂકેમાં 650 સીટ પર ચૂંટણી થઈ અને તેમાં લેબર પાર્ટીએ 412 સીટ મેળવી. તો અન્ય તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીએ 121 સીટ મેળવી છે.
શિવાનીની માતા રાજકોટના અને પિતા ગુજરાતી
શિવાની રાજાનો જન્મ લીસેસ્ટરમાં થયો હતો. ત્યારે તેમની માતા રાજકોટના છે અને પિતા એક ગુજરાતી છે. તેના પિતા લીસેસ્ટર 1970માં કેન્યાથી આવ્યા છે. શિવાની રાજા પરિવારના બિઝનેસ સાથે જોડાયેલી છે. શિવાની રાજા કહે છે કે લોકો સત્તાથી નાખુશ હતા અને વર્ષ 2022માં લીસેસ્ટમાં પણ યુદ્ધ થયું હતું અને પછી તેઓએ રાજકારણમાં આવવાનું નક્કી કર્યું.


