- કેનેડાના એક વોટરપાર્કમાં 12 યુવતી સહિત સગીરાઓની ભારતીયે છેડતી કર્યાનો આરોપ
- પોલીસે આરોપીની ધરપકડ કરી છોડી મૂક્યો, 24 ઑક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા સમન્સ અપાયું
- વોટર પાર્કમાં 25 વર્ષીય શખ્સ અશ્લીલ હરકતો અને છેડતી કરતો હોવાનો સાક્ષીઓએ પુરાવા આપ્યા
કેનેડામાં આવેલા બ્રુનસ્વિકમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સામે વોટર પાર્કમાં યુવતીઓ અને સગીરાઓ સાથે અશ્લીલ ચેનચાળા અને છેડતી કરવાનો આોપ લાગ્યો છે. મોન્કટનસિટીમાં આવેલા એક વોટર પાર્કમાં એક ભારતીય યુવક ડઝન જેટલી યુવતીઓ અને મહિલાઓ સાથે ગંદી રીતે ચેનચાળા કરી રહ્યો હતો. પોલીસે આ શખ્સ સામે 12 લોકોની સાથે આવું કૃત્ય આચરવાનો આરોપ લગાવીને ધરપકડ કરી છે. જો કે બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ ઘટના સાત જુલાઈની દર્શાવવામાં આવી રહી છે. 25 વર્ષીય આ શખ્સ હેલિફેક્સ નોવા સ્કોટિયાનો રહે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી શખ્સ વોટરપાર્કમાં ફરી રહ્યો હતો અને લોકોને ખોટી રીતે સ્પર્શ કરી રહ્યો હતો. તેની વિરુદ્ધ 12 લોકોએ પુરાવા આપી સાક્ષી તરીકે નિવેદન આપ્યું હતું. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના હતા. પોલીસે ધરપકડ કરેલા શખ્સની ઓળખ જાહેર નથી કરી. જો કે સોશિયલ મીડિયા પર આરોપી વ્યકિતનો ફોટો વાયરલ થઈ ગયો છે. જેમાં પોલીસ તરફથી તેની ધરપકડ કરતો જોઈ શકાય છે.
24 ઑક્ટોબરે શખ્સે કોર્ટમાં હાજર થવા સમન્સ
મળતી માહિતી અનુસાર મોન્કટન પ્રાંતની કોર્ટમાં 24 ઑક્ટોબરે આરોપી શખ્સને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસે કેસને મજબૂત કરવા પીડિતોને આગળ આવવાની અપીલ કરી છે. પોલીસ તરફથી જાહેર સત્તાવાર નિવેદનમાં આપીને છેડતીની ફરિયાદ કરવા વિનંતી કરાઈ છે.
”અમે પેરેન્ટસને વિનંતી કરીએ છીએ કે તમે પોતાના બાળકોને સાત જુલાઈએ વોટરપાર્કમાં જે કંઈ થયું તે અંગે જણાવો. છેડતીની ફરિયાદ ગમે તે સમયે નોંધાવી શકાય છે. છેડતીો ભોગ બનેલી સગીરાની માકાએ આરોપીનો ફોટો શેર કર્યો છે.”
આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અન્ય લોકોને ચેતવણી આપી છે કે આવા લોકોથી પોતાના બાળકોને બચાવીને રાખો. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે આરોપી વોટરપાર્કમાં ઘણા લોકોની સાથે આવ્યો હતો.


