- નાસાએ જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી લીધેલી રંગબેરંગી અદ્ભુત તસવીરો પ્રસિદ્ધ કરી
- એકને પેંગ્વિન એવું ઉપનામ અપાયું છે અને બીજાને એગ એવું ઉપનામ અપાયું છે, નૃત્યાંગિનીની અંગભંગીમા
- આકાશમાં મળતી આકાશગંગાઓ દ્વારા ક્યારેક અદ્ભુત ચિત્રો અને તસવીરો સર્જાતી હોય છે
નાસાએ શુક્રવારે બે આકાશગંગાના મિલનમાંથી સર્જાયેલા સુંદર રંગબેરંગી કોસ્મિક પેંગ્વિનની તસવીરો પ્રસિદ્ધ કરી હતી. આકાશમાં મળતી આકાશગંગાઓ દ્વારા ક્યારેક અદ્ભુત ચિત્રો અને તસવીરો સર્જાતી હોય છે. પૃથ્વી પર રહેનારા લોકોને જવલ્લે જ તેનો સુંદર નજારો જોવા મળે છે. નાસાએ જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા આ તસવીરો ઝડપી હતી. જેમાં બે આકાશગંગા એકબીજામાં વિલીન થતી જોવા મળે છે. એકને પેંગ્વિન એવું ઉપનામ અપાયું છે અને બીજાને એગ એવું ઉપનામ અપાયું છે. જે બ્રહ્માંડમાં બેલે નૃત્યાંગિનીની અંગભંગીમા જેવો આકાર સર્જી રહેલ છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષમાં પરિભ્રમણ કરતી વેધશાળાના પહેલા વૈજ્ઞાનિક પરિણામોનું અનાવરણ કર્યાનાં બીજા વર્ષની ઉજવણીરૂપે આ તસવીરો પ્રસિદ્ધ કરી હતી. જેમ્સ વેબ ટેલિસ્કોપના 2021માં લૉન્ચ કરવામાં આવેલ હતું. જેણે 2023માં ડેટા એકઠા કરીને નાસામાં મોકલવાનું શરૂ કર્યું હતું. બ્રહ્માંડની તેણે મોકલેલી અદ્ભુત તસવીરો જોયા પછી બ્રહ્માંડની પ્રારંભિક સમજને નવું રૂપ આપ્યું છે.
બે આકાશગંગાનું 326 મિલિયન પ્રકાશવર્ષ દૂર મિલન
તસવીરોમાં બે આકાશગંગાનું પૃથ્વીથી 326 મિલિયન પ્રકાશવર્ષ દૂર હાઇડ્રા નક્ષત્રમાં મિલન થયું હતું. એક પ્રકાશવર્ષ એ એવું અંતર છે જે પ્રકાશ એક વર્ષમાં કેટલું અંતર કાપે તે નક્કી કરે છે. એક પ્રકાશવર્ષમાં પ્રકાશ 5.9 ટ્રિલિયન માઇલ એટલે કે 9.5 ટ્રિલિયન કિ.મી જેટલું અંતર કાપે છે. નાસાના વેબ ટેલિસ્કોપમાં સિનિયર વૈજ્ઞાનિક જેન રિગ્બીએ કહ્યું હતું કે આપણે બે આકાશગંગાઓ જોઈએ છીએ જેમાં દરેક અબજો તારાઓ સમાયેલા છે. આ આકાશગંગા એકબીજામાં વિલય કરી રહી છે.
આ આકાશગંગાને પેંગ્વિન નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે દૂરબીન દ્વારા તેની તસવીર લેવામાં આવતા તે ઈડી ન શકે તેવા પેંગ્વિન પક્ષી જેવો હતો. જેમાં પેંગ્વિન સિવાય પક્ષીની ચાંચ જેવી આકૃતિ પણ સર્જાય છે. આ એક સર્પાકાર આકાશગંગા છે. જે ઈંડાંના આકારની આકાશગંગા છે જે એક પેંગ્વિનને તેનાં ઈંડાંની સુરક્ષા કરતું દર્શાવી રહ્યું છે.


