- ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઘણા સમયથી અવકાશમાં
- નાસા અને એલન મસ્કના સુનિતા વિલિયમ્સ અને તેના સાથીને ધરતી પર લાવવાના પ્રયાસો પૂરજોશમાં
- અવકાશમાં સુનિતા વિલિયમ્સ માટી વગર છોડ કઈ રીતે ઉગે તેની પર કામ કરી રહી છે
અમેરિકીન અવકાશ સંસ્થા નાસાની એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અવકાશમાં લાંબા સમયથી મિશન પર છે. અને તેના પરત ફરવાની સતત વાટ જોવાઈ રહી છે. આજકાલ તે જ્યાં પોતાના સાથે વિલ્મોરની સાથે અવકાશમાં માટી વગર છોડ કઈ રીતે ઉડાગવા તેની પર કામ કરી રહી છે. નાસાએ આ બંને દિગ્ગજ ખગોળવિદ બોઈંગ સ્ટારલાઈન મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ગઈ છે.
નાસાએ તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે માઈક્રોગ્રેવિટીમાં છોડને પાણી આપવાની રીતો શોધવા અને તેનું પરીક્ષણ કરવા પર કામ કરી રહ્યું છે. તેમણે પ્લાન્ટ વોટર મેનેજમેન્ટ હાર્ડવેર ડિઝાઇન કર્યું છે. નાસાએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે વિલિયમ્સે હાઈડ્રોપોનિક્સ અને હવાનો ઉપયોગ કરીને અનેક પરીક્ષણો કર્યા. તે સમજવા માંગતી હતી કે અવકાશમાં રહીને વિવિધ પ્રકારના છોડનું યોગ્ય રીતે ઉછેર કેવી રીતે કરવું. વિલિયમ્સ અને વિલ્મોરે આ સમગ્ર તપાસ અને પ્રયોગનો વીડિયો પણ બનાવ્યો હતો.
સુનિતા ધરતી પર પાછી કયારે આવશે?
ઉલ્લેખનીય છે કે, નાસાએ સુનિતા વિલિયમ્સ અને તેના સ્પેસક્રાફ્ટને લઈ ગત દિવસે જણાવ્યું હતું કે મિશનની સમયસીમા વધારી દેવામાં આવી છે. એવો ડર પણ હતો કે સ્પેસ ક્રાફ્ટ ક્યાંક અકસ્માતનો શિકાર તો નથી થઈ ગયું. પરંતુ પછીથી નાસાએ જણાવ્યું કે બધું સારી સ્થિતિમાં છે અને હાલ ચિંતાની કોઈ જ જરૂર નથી. બોઈંગ સ્ટારલાઈનરના અવકાશ મિશનને આગળ વધારી દેવામાં આવ્યું છે.
જો કે હજી સુધી એ નક્કી નથી કે તેઓ બંને ક્યારે ધરતી પર પાછા આવશે. સ્ટારલાઈનર અવકાશયાનમાં ગત બે દિવસ ટેક્નિકલ ક્ષતિ પણ આવી હતી. આમ તો બધુ મિશનની યોજમા પ્રમાણે રહ્યું હોત તો અવકાશયાન પાછલા મહિને પરત આવી ચુક્યું હોત. પહેલા આમાં હીલિયમ લીક થવાને લીધે ખરાબી આવી હતી. પરંતુ પછીથી આના થ્રસ્ટર્સમાં પણ સમસ્યા જોવા મળી હતી.


