- એરલાઇન્સના સર્વરમાં ખામી
- દુનિયાભરના અનેક એરપોર્ટ પ્રભાવિત
- માઇક્રો સોફ્ટના સર્વરમાં સમસ્યાને કારણે મુશ્કેલી વધી
ભારત સહિત દુનિયાભરમાં વિમાનસેવા પ્રભાવિત થઇ હોવાનું સામે આવ્યું છે. માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યાને કારણે આ મુશ્કેલી સર્જાઇ છે. ટેકનિકલ ખામીને કારણે અનેક એરલાઇન્સે ફ્લાઇટ અટકી પડી છે. ટિકિટ બુકિંગથી લઈને ચેક-ઈન સુધી સમસ્યાઓ છે. ભારતના ઘણા એરપોર્ટ પણ ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યાને કારણે આવું થઇ રહ્યું છે.
અનેક કંપનીઓના વિમાનો નથી ભરી શક્યા ઉડાન
- અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ રોકાઇ, સ્પાઇસ જેટની સેવાઓ પ્રભાવિ
- ઇન્ડિગો, અકાસાની સેવાઓ પણ પ્રભાવિત
- ટિકિટ બુકીંગથી લઇને ઓનલાઇન ચેકિંગમાં પરેશાની
- દિલ્હી, મુંબઇ, બર્લિન, સિડનીમાં વિમાન સેવા પ્રભાવિત
- સ્પાઇસ જેટ, ઇન્ડિગો, અકાસાની વિમાન સેવા પ્રભાવિત
- ટિકિટ બુકીંગથી લઇને ચેક ઇનમાં પરેશાની
- 131 ફ્લાઇટ રદ- અમેરિકન ફ્રંટિયર એરલાઇન
- યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ્સ સ્થગિત
- અમેરિકામાં સ્કાય ન્યૂઝનું જીવંત પ્રસારણ બંધ થઈ ગયું છે.
- લંડન સ્ટોક એક્સચેન્જની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.
- દુબઈ એરપોર્ટ પણ આ ખલેલથી પ્રભાવિત થયું છે.
- હૈદરાબાદથી કોલકાતા જતા પેસેન્જરને મેન્યુઅલી ટિકિટ આપવામાં આવી હતી.
- બ્રિટનની રેલ્વે સેવાઓ પણ આ વિક્ષેપથી પ્રભાવિત થઈ છે. બ્રિટનમાં સ્કાય ન્યૂઝનું લાઈવ ટેલિકાસ્ટ બંધ થઈ ગયું છે.
- નેધરલેન્ડમાં હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.
માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન
વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર વાદળી સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે.
આ સમસ્યા તાજેતરના CrowdStrike અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે આ માહિતી આપી છે. શુક્રવારે સવારે તેમની ક્લાઉડ સેવાઓ ખોરવાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે. જેના કારણે એરલાઈન્સની ફ્લાઈટને અસર થઈ છે. આ આઉટેજને કારણે ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર અસર પડી છે.
આ એરલાઇન્સ સૌથી વધારે પ્રભાવિત
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે અમેરિકાની ફ્રન્ટિયર એરલાઈન્સ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. ફ્રન્ટિયર એરલાઈન્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સર્વરની સમસ્યાને કારણે 131 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. 200થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે. આ ખામીના કારણે અમેરિકન ઈમરજન્સી સેવાને પણ અસર થઈ છે.
Microsoft શોધી રહ્યું છે કારણ
સર્વરની ખામી પર માઇક્રોસોફ્ટનું નિવેદન સામે આવ્યું છે. માઇક્રોસોફ્ટે કહ્યું છે કે અમે સેવાઓમાં સતત સુધારો કરી રહ્યા છીએ. અમે આ મુદ્દાથી વાકેફ છીએ. અમે ઘણી ટીમો તૈનાત કરી છે. અમે આના કારણો શોધી રહ્યા છીએ.


