- પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો જૂનો વાયદો પુરો કરશે
- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- બાઈડેન ચૂંટણીની રેસમાંથી આઉટ, કમલા હેરિસ ઈન થયાં
મળતી માહિતી અનુસાર, અમેરિકામાં નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જશે તો તેઓ શરણાર્થીઓ માટે સરહદ બંધ કરી શકે છે. જૂથના કેટલાક લોકોએ એવી પણ આશા વ્યક્ત કરી કે તેઓ નવેમ્બરમાં થનારા ચૂંટણી પહેલા અમેરિકા સરહદ સુધી પહોંચી જોવા મળી રહ્યા છે. આશરે એક ડઝન દેશોના સેંકડો પ્રવાસીઓ રવિવારથી અમેરિકી સરહદ સુધી પહોંચવા માટે મેક્સિકોના દક્ષિણમાં આવેલી બોર્ડર સુધી પગપાળઆ જ રવાના થયા છે.
અમેરિકી સરહદ સુધી કયારે આવશે પ્રવાસી?
મળતી માહિતી અનુસાર, અમેરિકામાં નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જશે તો તેઓ શરણાર્થીઓ માટે સરહદ બંધ કરી શકે છે. જૂથના કેટલાક લોકોએ એવી પણ આશા વ્યક્ત કરી કે તેઓ નવેમ્બરમાં થનારા ચૂંટણી પહેલા અમેરિકા સરહદ સુધી પહોંચી જાય.
પોતાના જૂના વાયદા પર અમલ કરી શકે છે ટ્રમ્પ : પ્રવાસી
એલ સાલ્વાડોરના એક પ્રવાસીએ જણાવ્યું કે અમને ડર છે કે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પછી નવા ટ્રમ્પ વહીવટી તંત્ર પોતાના જૂના વાયદાને ફરીથી અમલમાં લાવી શકે છે. નવેમ્બર પછી સરહદ પાર કરવા માટે ઈશ્યૂ કરેલી પરમિટને ફરીથી રોકી શકાય છે. પ્રવાસીએ આગળ જણાવ્યું કે અમેરિકી સીમા સુધી પહોંચવા માટે ઘણા લોકો મેક્સિકોની દક્ષિણ સરહદથી આગળ વધી રહ્યા છે.


