- વિશ્વના સૌથી ધનાઢય એવા એલન મસ્કનું વધુ એક સાહસ
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર મસ્કે AIને લઈ જાણકારી આપી
- અમેરિકાના મેમ્ફિસમાં AIની ટ્રેનિંગ શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી
વિશ્વના સૌથી ધનિક લોકોની ગણનામાં આવે છે તેવા એલન મસ્કે એઆઈ વેંચર xAI છે. એઆઈ પ્લેટફોર્મ ગ્રોક છે. આને લઈ કંપનીએ દાવો કર્યો છે કે આ વિશ્વનું સૌથી શક્તિશાળી એઆઈ કલસ્ટર છે જેની ટ્રેનિંગ શરૂ કરાઈ છે. આ ટ્રેનિંગ અમેરિકાના ટેનેસી રાજયનું સૌથી મોટા નગર છે. આ જાણકારી ખુદ એલન મસ્કે આપી છે.
આ શહેરમાં એક સિસ્ટમ લગાવી છે જેમાં 1,00,000 Nvidia H100 AI ચિપ્સનો વપરાશ કરાયો છે. ત્યારબાદ ત્રણ લોકોનો આભાર પણ માન્યો હતો. અને બાદમાં કહ્યું કે આ વિશ્વની સૌથી પાવરફુલ એઆઈ ટ્રેનિંગ ક્લસ્ટર છે.
એલન મસ્કની સોશિયલ મીડિયા પર પોસ્ટ
એલન મસ્કે આ તમામ જાણકારી એક્સ પર આપી છે. એલન મસ્ક હંમેશા પોતાની નવા સાહસ અને મહત્ત્વની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરતા રહેતા હોય છે. આ વખતે પણ તેઓએ પોતાના નવા વેંચર એટલે કે સાહસ એઆઈને લઈને નવી માહિતી શેર કરીને તેના ભવિષ્યના આયોજન સુધી જાણકારી આપી દીધી હતી. અગાઉ તેમને પોતાના એકાઉન્ટ પર વિશ્વના શક્તિશાળી નેતાઓ અને બિઝનેસમેનના એઆઈ રમૂજી ફેશન-શો યોજી સોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
એલન મસ્કનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બે અઠવાડિયા અગાઉ xAI તેમજ Oracle વચ્ચે 10 બિલિયન અમેરિકી ડોલકના સર્વર પર ડીલ થવાની વાત સામે આવી હતી. આ રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે એલન મસ્કે જાતે પોતાનું ડેટા સેન્ટર તૈયાર કરવા માગે છે અને તે AI ચિપ પણ ખરીદી રહ્યા છે.
એક મજબૂત સિસ્ટમ તૈયાર થશે
xAI પોતાની માટે 100k, H100 સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. આની મદદથી ટ્રેનિંગ શરૂ કરી દેવામાં આવી છે. મસ્કે આને લઈ કહ્યું છે કે આ વિશ્વની સૌથી મજબૂત એઆઈ કલસ્ટર હશે.
જલ્દી AI આવશે Grok-2
ઓગસ્ટના અંત સુધી xAIની તરફથી Grok 2ને રજૂ કરવામાં આવશે. જ્યારે Grok 3ને આ વર્ષના ડિસેમ્બર સુધી લોંચ કરી શકાશે. મક્સે જણાવ્યું કે Grok 2 એક ઉત્તમ પ્રોડક્ટ હશે અને અત્યાર સુધી આમાંથી બગ્સને દૂર કરવામાં આવી રહ્યું છે. જે આગામી મહિને લોંચ થશે.


