- સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું
- બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
- રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકીનું નીપજ્યું મોત
રાજકોટમાં 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યુ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. તેમાં બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણ દેખાયા હતા. તેમજ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકીનું મોત નીપજ્યું છે. તથા પરિવાર એક મહિના પૂર્વે દાહોદથી રાજકોટ આવ્યો હતો.
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો નોંધાયા
હાલ હોસ્પિટલમાં 5 દર્દી દાખલ છે તેમજ 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી- 5, મહીસાગર 2, ખેડા 6, મહેસાણા 7, રાજકોટ 5, સુરેન્દ્રનગર 4, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ 1 તેમજ જામનગર કોર્પોરેશન 1, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 2, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 5
પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 5 થવા જઇ રહી છે. શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 15 કેસ નોંધાતા ચકચાર મચી છે. 15 પૈકી 5 અસરગ્રસ્ત બાળકોના મોત નીપજ્યા છે. કેન્દ્રના 2 વૈજ્ઞાનિકો ચાંદીપુરા વાયરસને લઈ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં વાયરસથી સંક્રમિત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ બન્ને વૈજ્ઞાનિકો દ્વારા ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રમાંથી આવેલા 2 વૈજ્ઞાનિકો એ બાબતની તપાસ કરી રહ્યાં છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ કઈ રીતે ફેલાઇ રહ્યું છે. સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જેથી બાળકી ચાંદીપુરાથી સંક્રમિત છે કે કેમ? તેની ખારાઈ કરવા સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 4 દિવસે આવતા બાળકી ચાંદીપુરા નેગેટિવ હોવાની પુષ્ટિ થઈ છે.


