- 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સ
- માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે
- યાત્રિકોની સુવિધા માટે તંત્રનો નિર્ણય
અંબાજીના ગબ્બર પર્વત પર ચાર દિવસ સુધી એટલે કે 30 જૂલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપ-વેની સુવિધા બંધ રાખવામાં આવી છે. મેન્ટેનન્સ દરમિયાન ચાર દિવસ સુધી મંદિર ખુલ્લુ રહેશે અને ભક્તો પગથિયા ચઢીને દર્શન કરી શકશે. કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 03/08/24 થી ફરી રાબેતા મુજબ રોપ વે ની સુવિધા શરૂ કરવામાં આવશે.
હજારોની સંખ્યમાં માઈભક્તો કરે છે દર્શન
માઁ અંબાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. મંદિરે દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. આ અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપ-વેની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
દર વર્ષે મેન્ટેનન્સ માટે રોપ-વે સેવા બંધ કરાય છે
અગાઉ 9 જાન્યુઆરી 2023થી 13 જાન્યુઆરી 2023 સુધી રોપ-વે સુવિધા બંધ કરાઈ હતી. જે બાદ 14 જાન્યુઆરીથી રોપ-વે સર્વિસ રાબેતા મુજબ શરુ થઈ હતી.


