- રશિયા દર વર્ષે નેવી દિવસ નિમિત્તે દરેક દેશોને પરેડ માટે આમંત્રણ આપે છે
- ભારતીય નેવીનું આઈએનએસ તાબર રશિયા પહોંચ્યું
- રશિયા પહોંચેલા આઈએનએસ તાબર અને તેના કર્મચારીઓનું ખુદ વ્લાદિમીર પુતિને સ્વાગત કર્યું
ભારતીય નેવીના આઈએનએસ તાબરે રશિયાના નેવી દિવસના સમારોહમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે આઈએનએસ તાબર પર સવાર ભારતીય નેવી કર્મચારીઓનું સ્વાગત કર્યું અને તેઓને આ સમારોહમાં સામેલ થવા પર શુભકામના પાઠવી હતી. આમેય ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મિત્રતાના સંબંધો છે. આ નિમિત્તે બંને દેશોના સંબંધોમાં વધુ મધુરતા રહેશે.
રશિયા નેવી વર્ષ-2017થી નેવી દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરે છે. આ વર્ષે રશિયાની નેવી દિવસના કાર્યક્રમમં 20 રશિયન જહાજ, ગનબોટ, ચાર નૌકાયાન જહાજ અને એક સબમરિને ભાગ લીધો છે. ભારતના આઈએનએસ તબર, અલ્ઝિરીયના ટ્રેનિંગ જહાજ સૌમ્મમ અને ચીનનું વિશ્વંસક જિયાઓઝુઓએ સમારોહમાં ભાગ લીધો છે. જાણકારી અનુસાર, આશરે 2500 નેવી સૈનિકોએ સેંટ પીટસબર્ગમાં માર્ચ યોજી હતી.
INS તાબરની વિશેષતા
ભારતનું INS તાબર રશિયામાં ભારત માટે બનાવવામાં આવેલું સ્ટીલ્થ ફ્રિગેટ છે. આ ભારતીય નેવું સૌથી શરૂઆતનું સ્ટીલ્થ યુદ્ધજહાજોમાંનું એક છે. આને વર્ષ-2004માં રશિયાના કલિનિનગ્રાદમાં કમિશન કરાયું હતું. INS તાબર આધુનિક હથિયારો અને સેન્સરથી સજ્જ છે. આ જહાજ પશ્ચીમી નેવી કમાન હેઠળ મુંબઈમાં કમિશન છે.


