By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 6 લોકોના હાર્ટએટેકથી મોત ઉલટી થયા બાદ ધોરણ 4 માં ભણતો બાળક બેભાન થઈ ગયો : હાર્ટએટેકથી મોતનો ડોક્ટરી અભિપ્રાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 6 લોકોના હાર્ટએટેકથી મોત ઉલટી થયા બાદ ધોરણ 4 માં ભણતો બાળક બેભાન થઈ ગયો : હાર્ટએટેકથી મોતનો ડોક્ટરી અભિપ્રાય

agragujaratnews
Last updated: 2024/07/29 at 9:01 PM
2 years ago
Share
રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 6 લોકોના હાર્ટએટેકથી મોત  ઉલટી થયા બાદ ધોરણ 4 માં ભણતો બાળક બેભાન થઈ ગયો : હાર્ટએટેકથી મોતનો ડોક્ટરી અભિપ્રાય
SHARE

સમગ્ર રાજ્યમાં કોરોના બાદ નાની વયમાં હાર્ટએટેકનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે ગતરાત્રિના રણુજા મંદિર પાસે રહેતા ધામેચા પરિવારના 10 વર્ષના પુત્રને ઉલટી થયા બાદ બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત નિપજ્યું હતું .ડોક્ટરોએ બાળકનું હાર્ટ એટેક આવવાથી મોત થયાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજકોટની સરકારી હોસ્પિટલમાં વધુ પાંચ લોકો બેભાન અવસ્થામાં આવ્યા હતા. તેઓના પણ હાર્ટએટેક થી મોત થયેલ હોવાનું ડોક્ટરોએ જાહેર કરેલ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રણુજા મંદિર પાસે રહેતા અને ધો.4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચા નામનો 10 વર્ષનો માસુમ બાળક પોતાના ઘરે  જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં  ઢળી પડ્યો હતો. સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પૂર્વાગ ધામેચા ધો.4માં અભ્યાસ કરતો હતો. પૂર્વાગ ધામેચાને બે દિવસ ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. અને ત્યાં તબીબે ઇન્જેકશન આપી સારવાર આપી હતી. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો છે.

બીજા બનાવમાં રાજકોટમાં જામનગર રોડ ઉપર રહેતા લિંગરાજ તનુભાઈ બીસી નામના 38 વર્ષના યુવકને હદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી  સાથે ગમગીની છવાઈ જવા પામી હતી

ત્રીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિર પાછળ રહેતા કુસુમબેન કાંતિભાઈ પીઠવા (ઉ.વ.57) પોતાના ઘરે હતા. ત્યારે મધરાત્રે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતક પ્રોઢાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

ચોથા બનાવમાં સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલા યાદવનગરમાં રહેતા રાજુભાઈ કાળુભાઈ કુચાણા નામના 47 વર્ષના પ્રૌઢ રૈયા રોડ ઉપર આવેલી કર્મચારી સોસાયટીમાં મજૂરી કામ માટે ગયા હતા.  ત્યારે સાડા દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું  હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ કુચાણા પાંચ ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

પાંચમા બનાવમાં રાજકોટની ભાગોળે કુવાડવા ગામ પાસે રહેતા જગુભાઈ દાનાભાઈ ચૌહાણ નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી જગુભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત નીપજયુ  હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જગુભાઈ ચૌહાણ મૂળ અમરેલીના ચીતલ ગામના વતની હતા અને છૂટક મજૂરી કરતા હતા. જગુભાઈ ચૌહાણને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

છઠ્ઠા બનાવમાં ઢેબર રોડ ઉપર આવેલા નેહરુનગરમાં રહેતા સુરેશભાઈ કલુભાઈ ગૌતમ નામના 51 વર્ષના આધેડ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછ મૃતક સુરેશભાઈ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને ત્રણ ભાઈ બે બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

You Might Also Like

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 2 days ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?