- બે IAS અને બે IPS વય નિવૃત્ત થશે
- IBના વડા આર બી બ્રહ્મભટ્ટ પણ થશે નિવૃત્ત
- રજીસ્ટ્રાર, સહકાર કમલ શાહ નિવૃત્ત વિદાય લેશે
ગુજરાત સરકારની સેવામાં રહેલા સિનિયર બે આઈએએસ અને બે આઈપીએસ અધિકારી વય મર્યાદાના કારણે આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે. જેથી આવતીકાલે ચાર અધિકારીઓને તેમની ફરજમાંથી નિવૃત્ત વિદાય આપવામાં આવશે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ
1989ની બેચના અધિકારી એ કે રાકેશ અગાઉ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતા. ચૂંટણી પંચના આદેશને લઈને રાજ્ય સરકારે આઈએએસ પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો લઈને નિયમિત ગૃહ સચિવ તરીકે એ કે રાકેશની નિમણૂંક કરી હતી.
સહકાર વિભાગના કમલ શાહ
સહકાર વિભાગમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી, કે જેઓ આવતીકાલે એટલે કે 31 જુલાઈ, 2024ના રોજ વય સમય મર્યાદાને લઈને નિવૃત્ત થશે.
આઈ બીના વડા આર બી બ્રહ્મભટ્ટ
અધિક પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલીજન્સ)માં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી આર બી બ્રહ્મભટ્ટ પણ આવતીકાલે 31 જુલાઈ 2024ના રોજ વય નિવૃત્ત વિદાય લેશે.
CID ક્રાઈમના અધિકારી સુભાષ ત્રિવેદી
સુભાષ ત્રિવેદી કે જેઓએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું અને રાષ્ટ્રદ્રોહીની પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોને પણ પાઠ ભણાવ્યા છે. તેઓ પણ આવતીકાલે વય નિવૃત્ત થશે. જેઓ હાલમાં સીઆઈડી ક્રાઈમ તરીકે ફરજ બજાવે છે.


