By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Hamas Chiefની હત્યા પાછળ મોસાદનો હાથ? વિદેશમાં દુશ્મનો સામે ઇઝરાયેલી અભિયાનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Hamas Chiefની હત્યા પાછળ મોસાદનો હાથ? વિદેશમાં દુશ્મનો સામે ઇઝરાયેલી અભિયાનો

agragujaratnews
Last updated: 2024/08/01 at 4:03 AM
2 years ago
Share
Hamas Chiefની હત્યા પાછળ મોસાદનો હાથ? વિદેશમાં દુશ્મનો સામે ઇઝરાયેલી અભિયાનો
SHARE

  • મ્યુનિખ ઓલિમ્પિકમાં ઇઝરાયેલના 11 ખેલાડીઓની હત્યા કરનારા આતંકવાદીઓને શોધીને માર્યા હતા
  • ફ્રાન્સના હાઇજેક કરાયેલા વિમાનને યુગાન્ડામાં મુક્ત કરાવ્યું હતું, જેમાં નેતન્યાહૂના ભાઈનું મૃત્યુ થયું હતું
  • મોસાદે અમેરિકા માટે ઈરાનમાં ઘૂસીને અલ-કાયદાના બીજા નંબરના આતંકી અલ મસરીની હત્યા કરી હતી

હમાસની રાજકીય શાખાના પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની બુધવારે સવારે ઈરાનમાં હત્યા કરી દેવામાં આવી. ઈરાનના અર્ધલશ્કરી દળ ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડસ કોર (IRGC)એ આ હત્યાની પુષ્ટિ કરી છે. ઈરાનનું કહેવું છે કે તહેરાન ખાતે આવેલા ઘરે હાનિયાની હત્યા કરવામાં આવી છે.

હુમલામાં હાનિયાની સાથે તેના એક બોડીગાર્ડનું પણ મૃત્યુ થયું છે. ઈરાનમાં થયેલી આ હત્યાની જવાબદારી હજુ સુધી કોઈ દેશ કે જાસૂસી સંસ્થાએ નથી લીધી. જોકે, આશંકા એવી છે કે ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદે આ હુમલા કર્યો હશે. ઇઝરાયેલ-હમાસ વચ્ચે ગયા વર્ષના ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધ બાદ ઇઝરાયેલી સરકારે હુમલાનો બદલો લેવાની અને તેના જવાબદારોનો ખાતમો કરવાની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, પોતાના નાગરિકોની હત્યાનો બદલો લેવાનો ઇઝરાયેલનો લાંબો ઇતિહાસ રહ્યો છે, ભલેને તે પછી, 1972માં મ્યુનિખ ઓલિમ્પિકમાં ઇઝરાયેલી ખેલાડીઓની હત્યા કરનારા આતંકવાદીઓને શોધીને મારવાનો હોય કે ડ્રોન હુમલામાં દુશ્મન દેશોના મોટા રાજકીય અને સૈન્ય ચહેરાને ખતમ કરવાનો હોય – દુશ્મનો પર કાર્યવાહી કરવાનો ઇઝરાયેલનો જૂનો રેકોર્ડ રહ્યો છે. અને, તેનાં આ મિશનોને પાર પાડવામાં તેની જાસૂસી સંસ્થા મોસાદ સૌથી આગળ રહી છે.

પોતાના નાગરિકોની હત્યાનો બદલો લેવાનો ઇઝરાયેલનો લાંબો ઇતિહાસ

1. 1972નું ઓપરેશન રેથ ઓફ ગોડ

દુશ્મન દેશોની જમીન પર જ દુશ્મનોને ખતમ કરવાનો ઇતિહાસ તેની આઝાદી બાદથી શરૂ થયો હતો. જોકે, તેના મોટા ભાગના હુમલા ગુપ્ત રહ્યા છે. ઇઝરાયેલે પોતાના દુશ્મનોને ખતમ કરવાની પહેલી ખુલ્લેઆમ જાહેરાત 1970ના દાયકામાં કરી હતી, જ્યારે મ્યુનિખ ઓલિમ્પિક દરમિયાન કેટલાક પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ જર્મનીમાં જ 11 ઇઝરાયેલી ખેલાડીઓને મારી નાખ્યા હતા. આ ઘટના બાદ જાસૂસી સંસ્થા મોસાદે બદલો લેવા માટે ઓપરેશન રોથ ઓફ ગોડ શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ ઇઝરાયેલે મ્યુનિખ હુમલા પાછળ રહેલા બ્લેક સપ્ટેમ્બર સંગઠનના એકેએક સભ્યને શોધીને માર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે ઇઝરાયેલે આ દરમિયાન પોતાનાથી ઘણા મોટા અને ખતરનાક શસ્ત્રદળને નિશાન બનાવ્યું હતું. દુનિયામાં આજે પણ મોસાદના આ અભિયાનની ચર્ચા થાય છે.

2. 1976નું ઓપરેશન થંડરબોલ્ટ

1976માં અરબના આતંકવાદીઓ દ્વારા ફ્રાન્સનું વિમાન હાઈજેક કરાયું હતું, જેમાં ઇઝરાયેલના 94 નાગરિકો હતા. મોસાદે આ વિમાનને યુગાન્ડામાંથી મુક્ત કરાવ્યું હતું. આ ઓપરેશન ઘણું ચર્ચામાં રહ્યું હતું. આ ઓપરેશનમાં ઇઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના ભાઈ યોનાતન નેતન્યાહૂનું મૃત્યુ થયું હતું.

3. મિગ-21ને ઇઝરાયેલ લવાયું

1960ના દાયકામાં સોવિયત સંઘ રશિયાનું મિગ-29 સૌથી આધુનિક વિમાન મનાતું હતું. તેને મેળવવામાં અમેરિકાની સીઆઇએ પણ નિષ્ફળ રહી હતી. પણ મોસાદની એક મહિલા એજન્ટે 1964માં રશિયન મિગ-29 મેળવી લીધું હતું. જોકે, 1962માં આ મિશનમાં એક મોસાદ એજન્ટ પકડાઈ ગયો હતો, જેને બાદમાં ફાંસી અપાઈ હતી.

4. 1960માં આર્જેન્ટિનામાં સિક્રેટ મિશન

મોસાદે 1960માં આર્જેન્ટિનામાં એક સિક્રેટ મિશન પાર પાડયું હતું, જેમાં નાઝી યુદ્ધ ગુનેગાર એડોલ્ફ એકમેનનું અપહરણ કરીને ઇઝરાયેલ લઈ અવાયો હતો. તેના પર કેસ ચલાવીને તેને સજા કરવામાં આવી હતી. આ મિશનને પાંચ એજન્ટોએ પાર પાડયું હતું.

5. ઈરાની પરમાણુ વિજ્ઞાનીની હત્યા કરી

નવેમ્બર 2020માં ઈરાનના સૈન્ય પરમાણુ કાર્યક્રમના ચીફ વૈજ્ઞાનિક બ્રિગેડિયર જનરલ મોહસિન ફખરીજાહેદની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે, મોસાદે ત્યારે આ હત્યાની જવાબદારી નહોતી લીધી પણ જૂન 2021માં મોસાદના વડાએ આ બાબતે મહત્ત્વના ખુલાસા કર્યા હતા.

6. વિદેશોમાં કરેલાં અન્ય ઓપરેશનો

મોસાદે અમેરિકા માટે ઈરાનમાં ઘૂસીને અલ-કાયદાના બીજા નંબરના ગણાતા આતંકવાદી અલ મસરીની હત્યા કરી હતી. ત્યાર બાદ ઈરાનમાં ઘૂસીને આતંકવાદી અબુ મોહમ્મદની પણ હત્યા કરી. પેલેસ્ટાઇનના નેતા યાસર અરાફતનો જમણો હાથ ગણાતા ખલીલ અલ બજીર ઉર્ફે અબુજિહાદને ટયૂનિશિયામાં ટૂરિસ્ટ બનીને ગયેલા મોસાદના એજન્ટે પરિવાર સામે જ 70 ગોળીઓ ધરબી દીધી હતી. પોતાના જ દેશના પરમાણુ કાર્યક્રમની માહિતી લીક કરનારા વિદ્રોહી વૈજ્ઞાનિક વનુનુને પકડવા માટે મોસાદે કાતિલ સુંદરીઓનો ઉપયોગ કર્યો હતો, જે તેને પ્રેમજાળમાં ફસાવીને ઇઝરાયેલ પાછો લઈ આવી હતી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
રાજકોટ

‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ

Editor By Editor 11 hours ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?