- ઈઝરાયલે છેલ્લા 72 કલાકમાં તેના ત્રણ મોટા દુશ્મનોને ઠાર માર્યા
- ઈરાનની રાજધાની તહેરાનમાં ઈસ્માઈલ હાનિયાને ઈઝરાયલે મોતને ઘાટ ઉતાર્યો
- હમાસ સાથે ઈઝરાયલનું છેલ્લા નવ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
ઈઝરાયલમાં ગત વર્ષે સાતમી ઑક્ટોબરના હમાસના આતંકવાદી હુમલા પછી છેલ્લા નવ મહિના કરતાં પણ સમયથી યુદ્ધ યથાવત્ છે. ત્યારે ગત વર્ષથી ઈઝરાયલના નેતાઓ જાહેરમાં ધમકી આપી રહ્યા હતા કે હમાસના નેતાઓને વીણી-વીણીને ખાત્મો બોલાવશે. ભલે ગમે તે હોય. ઈઝરાયલ પોતાના ધમકી વાળા નિવેદનને વળગી રહીને છેલ્લા 72 કલાક કરતાં ઓછા સમયમાં ત્રણ મોટા દુશ્મનોને સમાપ્ત કરી દીધા છે.
મંગળવારે બેરુતમાં મવાદ શુક્ર અને બુધવારે સવારે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયા અને બાદમાં આજે ઈરાનના સિક્યોરિટી એડવાઈઝર મિલાદ બેદીને એક સ્ટ્રાઈકમાં મારી નાખ્યો છે. આની સાથે જ ઈઝરાયલની સૈન્યએ પુષ્ટિ કરી છે તે તેને ગત મહિનાથી તેની સ્ટ્રાઈકમાં મોહમ્મદ દેઈફને પણ મોતને ઘાટ ઉતાર્યો છે.


