- મનીલા શહેરના સૌથી જૂના ચાઈના ટાઉનમાં આગ ભભૂકી ઉઠી
- ફાયર બ્રિગેડ, રાહત અને બચાવ ટીમની જહેમત બાદ 14 કલાકે આગ કાબૂમાં આવી
- ચાઈના ટાઉનમાં આવેલા પાંચ માળની રૅસ્ટોરન્ટમાં અચાનક આગ લાગી
ફિલીપાઈન્સની રાજધાની મનીલાના ભીડભાડ ધરાવતા વિસ્તારમાં એક રૅસ્ટોરન્ટમાં આગ લાગતા 11 લોકોનાં મોત થયા હતા. આ આગમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જો કે ઈજાગ્રસ્તોનો યોગ્ય આંકડો સામે આવ્યો નથી. પરંતુ પોલીસે 11 લોકોનાં મોત થયાનો દાવો કર્યો છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમે ઘટનાની જાણ થતા પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગની ઘટના
આગની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના સાચા કારણની તપાસ ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવવા આશરે 14 ફાયર બ્રિગેડ છેલ્લા બે કલાક કરતાં વધુ સમયથી જહેમત ઉઠાવી રહ્યા છે. આગ વિશ્વના સૌથી જૂના ચાઈના ટાઉનમાં એક જૂની પાંચ માળની ઈમારમાં લાગી હતી. ફિલીપાઈન્સની રાજધાની મનીલામાં નદી કિનારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી. જેથી રાહત અને બચાવ કાર્યમાં ફાયર બ્રિગેડને વધુ સમય લાગ્યો અને સંકડાશ હોવાથી અધિકારીઓને ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી.
રૅસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ
મનીલામાં આવેલા ચાઈના ટાઉનની પાંચ માળની જૂની ઈમારતમાં એક રૅસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આગની જવાળાઓ ઉપરના માળે ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા તપાસમાં આગનું કારણ હજી સામે આવ્યું નથી. રૅસ્ટોરન્ટમાં આગને લીધે મૃતકોમાં કર્મચારીઓ પણ સામેલ છે. મોટાભાગના મૃતક બીજા અને ત્રીજા માળે જોવા મળ્યા હતા. જો કે કોઈ ગુમ હોવાનું સામે આવ્યું નથી.


